________________
તલસ્પર્શી ગંભીર ભાભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખક પંન્યાસ ભાનવિજયજી ગણિવરે ઉચ્ચ પ્રકાશના પંથે ? નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થયે કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આત્માને શ્રી જિનેશ્વર ભગવંતના અમૃત-વચનેને આસ્વાદ સચેટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણું આત્માઓને માનપૂર્વક વાંચવાને પ્રેરણ કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થ, અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ ગ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઈ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન, વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમય–સંકેચ હતું, છતાં જીવની ભાવદયા જાણે એમણે આ વિવેચનગ્રન્થમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગભર્યા દષ્ટાન્તો દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવેને વિશેષ
સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણું તૈયાર થવા સાથે સુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણું આનંદની વાત છે કે આ ગ્રંથ વાચકવને અમૃતના આસ્વાદ સાથે મુમુક્ષુ બનાવે એવા છે. એમાં શાસનદેવને સહાયક થવા અભ્યર્થના છે.
ગ્રંથના પ્રકાશનમાં ધનની સહાય કરનાર દાનવીર વર્ગ, પ્રેસવ્યવસ્થા સાથે ફેર લખાણો લખવા, પ્રફે તપાસવા, વગેરેમાં પરમાર્થ