________________
ભાવે સેવા આપનાર સુશ્રાવક સારાભાઈ પોપટલાલ ગજરાવાળા, તથા સુંદર મુદ્રણકાર્ય કરી આપનાર શ્રી જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલની લાગણી માટે ધન્યવાદ સાથે અમેદિના કરું છું.
રાજસ્થાનની મરૂધરભૂમિમાં જૈનધર્મની જાગૃત્તિ કરવાને ધગશ ધરાવતા જે સંઘવી ગેમરાજજી ફત્તેહચંદજી જેવા અનેક પુણવંત આત્માઓ વડે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન તત્વ પ્રચારક વિદ્યાલય સંસ્થાની સ્થાપના કરી ધાર્મિક અધ્યાપકો તૈયાર કરાય છે, તેમ ઉચ્ચ કેટિના ધાર્મિક ગ્રંથ શ્રાવકોને ગ્રાહ્ય થાય એવા ઉપદેશ–પ્રાસાદના પાંચેય ભાગાને હિન્દી અનુવાદ કરાવ્યા, તથા માતચંદ ગીરધરલાલ સેલિસિટરના વિવેચનવાલા શાંતસુધારસ ભાવના ભાગ ૨ ગ્રંથ અલભ્ય જાણી તૈયાર કરાવ્યા, અને આ પંચસૂત્રનું પણ પ્રકાશન કરેલ છે, તથા ઉપમિતિ સારોદ્ધારને પણ અનુવાદ કરાવી મુનિવર્ય ક્ષમાસાગરજી દ્વારા પ્રેસનું કામ ચાલુ કરાવેલ છે, અને આવા ધાર્મિક જ્ઞાનનો ઉદ્ધાર સાથે અજ્ઞાની છોને પરમાર્થ ઉપકાર કરી રહેલ છે, તે જૈનધર્મની ધગશ ધરાવતા સંસ્થાના કાર્યવાહકોને ધન્યવાદ છે. સાથે આ સંસ્થાને ઉદય યાવતું સૂર્યચંદ્રના તેજ સુધી કાયમ રહે તેમ જિનેશ્વર પ્રભુના અચિંત્ય પ્રભાવથી જયવંત રહે.
» શાંતિઃ
શાંતિઃ શાંતિઃ
વી. સં. ૨૪૨ શ્રા. વદ ૮