________________
ચિકિત્સા પ્રાગવત્ સમજી દુઃખમાં મહાસુખ માને. ગુરુબહુમાન ઉવેખવામાં વિરાધકભાવ સમજી એમાં બીજી સાધના કુલટાનાં ઉપવાસ જેવી નિંદાપાત્ર અને અનર્થકારી સમજે. માટે ગુરુયોગ ઉત્તમ રીતે સાધી એના દ્વારા પરમગુરુ પરમાત્માને સંગ સાધવા સમર્થ બને, એમ ભાવસાધુપણાની આરાધના કરી કેવળજ્ઞાનાદિ સર્વલબ્ધિઓ સિદ્ધ કરી સંસારથી મુક્ત થઈ સર્વ દુઃખને અંત કરે. આત્મા પરમાત્મદશામાં આવે અને મેક્ષના અવ્યાબાધ અનંત આનંદમાં શાશ્વત સ્થિરતા કરે.
0 (૫) પાંચમા સૂત્ર “પ્રવ્રયા-ફળમાં ફળ–માક્ષને અનુભવ સંસારી જીવને અગમ્ય હેવા છતાં કંઈક પરિચય કરાવવા કહે છે કે – સંપૂર્ણ સિદ્ધ બનેલ પરમાત્મા પરમબ્રહ્મ મંગળનું ઘર છે, અનંત ગુણાએ ભરપૂર અનંત જ્ઞાન-દર્શનમાં ઝીલે છે, અવ્યાબાધ સહજાનંદી શુદ્ધ અરૂપી ભાવને પામેલા એ સર્વ અસાંગિક અવસ્થાને પ્રાપ્ત છે. વાદળ રહિત તદ્દન સ્વચ્છ પૂર્ણિમાને ચંદ્રની શીતલ ચાંદનીની જેમ પગલાદિના સંગથી સર્વથા શૂન્ય એમની સ્વરૂ૫-રમણતાની સ્વચ્છ જોતિ ઝળહળે છે. સંસારના સાંગિક સુખને ભૂખ્ય વિષયવિયેગમાં અનંત દુખ ભોગવે છે, અને જીવન-શક્તિને નાશ કરી પડતી દશામાં મેહ-અજ્ઞાનના ઉદયવશ રાગાંધ ભાવે દુઃખોનાં પાત્રને સુખ માની એમાં સદા આસક્ત રહે છે, અને એના ફળમાં નીચ ગતિના ૫૯લે પડી અનંત દુ:ખમાં પરાધીનભાવે રીબાય છે, વૈરીના વિશ્વાસે એમ અફળને ફળરૂપ માને છે. ત્યારે તત્વવેત્તા અનુભવથી દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિરુપાધિ એકાંત સુખમાં મમ રહે છે. સિદ્ધસુખને કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જુએ છે. ત્યારે અસર્વજ્ઞતત્વજ્ઞાનીએ શાસ્ત્રશ્રદ્ધા અને અનુભવથી એને જાણે છે. એને સ્વાદ અગમ્ય છે. એ સમજાવવા દષ્ટાંત આ, કે યૌવનવયમાં આવેલ સ્ત્રીને અનુભવાતા પતિના સંયોગનું સુખ એજ જાણે, પણ બાલકુમારિકા ન સમજે. ભયંકર રોગીને નીરોગીના ભોજનાસ્વાદ ન સમજાય. એમ છદ્મસ્થને સિદ્ધનું અનંત અસાંગિક સુખ ન સમજાય. જિનવચન બ્રહ્મસુખને સ્વસંવેધ કહે છે. સર્વ શત્રુના ક્ષયમાં, સર્વરોગના અભાવમાં