________________
સરતિ ઇતિ સંસાર
સંસારમાં રાગ અને આસક્તિ હોય ત્યાં સુધી ભોગ્ય પદાર્થનું મૂલ્યાંકન છે, અનાસક્તિ થવાથી તે પદાર્થોની તુચ્છતા આવે છે. તે પદાર્થો જડ છે. તેમાંથી અંધકાર જ મળે છે. તેને જ સર્વસ્વ માનવા તે પરાધીનતા છે.
સંસારનો અંત નથી, આપણે સંસારના સાધક બનવાનું નથી. જ્યાં સિદ્ધિ હોય તેની સાધના કરવાની છે. સાધન સાદિસાંત ભાવવાળા હોય. તેથી સાધન સતું ન હોય. સત્ સિદ્ધ પરમાત્મા છે, જે સાધ્ય છે.
ઔદારિક શરીરમાં દર્દ અને દરિદ્રતા આદિ હોવાથી મન અને તન બંનેનાં દુઃખ હોય છે. દેવલોકમાં વૈક્રિય શરીર અને દૈવી સુખ હોવાથી તનનું દુઃખ નથી હોતું પરંતુ મનનાં દુઃખ તે લોભ, ઈર્ષા જેવા દોષોને કારણે હોય છે, તે મોહનીયના ઉદયથી હોય છે. દેવલોકમાં પુણ્યબંધનું સુખ બાર દેવલોક સુધી છે. ત્યાં ભોગના સાધનોની વિપુલતા હોય છે. નરકમાં પાપબંધના દુઃખ સાતમી નરક સુધી હોય છે. તિર્યંચગતિમાં વિવેકહીનતાથી દુઃખ છે. સાધુજનો વીતરાગતા વડે સુખી છે. પુણ્યના ઉદયને સત્ પ્રવૃત્તિ માટે સાધન બનાવવું.
જેનું જ્ઞાન વિશાળ તેનું મન વિશાળ.
સંસારમાં પુણ્ય યોગે ગ્રહણમાં સુખ મનાય છે. ધર્મમાર્ગે ત્યાગમાં સુખ છે. વિવેક હોય તો ધન-સત્તાનો સદ્ઉપયોગ થાય. સત્તા સાથે અહં ભળે તો દુરઉપયોગ થાય.
સંસાર, પુદ્ગલ સંબંધ કે ગ્રહણ વિના નથી. ધર્મ, પુગલ સંબંધના ત્યાગ વિના નથી. સર્વ દોષનું મૂળ ગ્રહણ (લેવું) છે. સર્વ ગુણોનો ઉપાય ત્યાગ છે. ત્યાગથી કર્મનાં આવરણો હટે છે. ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવાનો છે.
નિશ્ચયથી ત્યાગ પરભાવનો કરવાનો છે. વ્યવહારથી બાહ્યત્યાગ કરવાનો છે. સામગ્રીનો ત્યાગ દાનાદિથી થાય છે. ઇચ્છા કરવી એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org