________________
સ્વરૂપસાધનાનાં સોપાન બનાવી દે. અઘાતી કર્મના શુભ ઉદયમાં શાતા આદિનું સુખ ભ્રામક છે. તેથી સામગ્રીનો ભોગ ન કરતાં સદ્ઉપયોગ કરવો. તેના કર્તાભોક્તાપણામાં કોઈ સિદ્ધિ નથી. સિદ્ધિ માટે સાધક બનવું જરૂરી છે. ચિત્તની ચંચળતા, ક્લેશ વગેરે દુ:ખવાળી સ્થિતિ છે, સંસારીને દેહનો નેહ મીઠો લાગે છે. પણ રોગ આદિ થતાં એ મીઠાશ કડવાશ બને છે. જ્ઞાનીજનો પ્રથમથી જ તેને કડવો માને છે. માટે પુણ્યયોગે સામગ્રી મળે તોપણ તેમાં નિર્લેપ રહેવું, ભૌતિક સામગ્રીથી જે જીવને મહાન માને છે, તે ક્ષુદ્ર છે.
૦ સાંસારિક જીવને જ્ઞાન છે પણ તે અનંત સ્વરૂપને પામ્યું નથી. ♦ સુખ છે પણ ક્ષણિક અને કૃત્રિમ છે. સહજ કે અનંત નથી. ૦ શક્તિ પણ તે દેહના મોહભાવે ખંડિત છે.
૧૦
આત્માની સુખ શક્તિ બીજાના નિમિત્તથી બનતી નથી તેથી તેમાં કોઈ બાહ્ય વસ્તુનો સ૨વાળો નથી. ભૌતિક સુખની સામગ્રીમાં ઘણા નિમિત્તનો સરવાળો છે.
અન્ય જીવોને આપણે સુખ આપી શકતા નથી. પણ સુખનાં સાધન જરૂર આપી શકીએ છીએ. તેને સુખ આપ્યું તેમ કહેવાય છે. બીજાને સાધન આપવા છતાં સુખ તેના પુણ્યથી મળે છે. પણ અન્યને સાધન આપવાથી આપણને લાભ છે. વર્તમાનમાં આસક્તિ છૂટે છે, અને ભવિષ્યમાં સુખના – ધર્મના સાધન મળવાનું નિમિત્ત સરજાય છે. સુખની આસક્તિથી સુખનાં સાધન ગળે બાંધી રાખવાથી તે સુખ દુઃખમાં પરિવર્તન પામે છે.
એક બીજમાં વૃક્ષ પેદા કરવાની તાકાત છે, તેમ સત્તામાં રહેલાં કર્મોની તાકાત સંસારનું વૃક્ષ પેદા કરે છે. એ સુખની આસક્તિ એ પરમાર્થ માર્ગમાં અપરાધ છે. અન્યને દુઃખમુક્ત કરવાનો પ્રયત્ન પણ શાતાવેદનીયનું સર્જન કરે છે. અથવા દુઃખ સહન કરવાની તાકાત મળે છે. જેને કંઈ જોઈએ છે તે સંસારી. જેને કંઈ જોઈતું નથી તે સાધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org