________________
સરતિ ઇતિ સંસાર
આધિ આત્મિક = માનસિક વ્યથા, ક્લેશ, ઉદ્વેગ, આર્તરૌદ્ર ધ્યાન. આત્મસ્વરૂપના ભાન વગર સર્વત્ર આવું દુઃખ છે. સંસારમાં જો તમે માયાધીશ છો તો તમારો માયા ઉપર કાબૂ છે. જો તમે માયાધીન છો તો માયાનો કાબૂ તમારા ઉપર છે.
જ્યાં સુધી શરીરધારી છીએ ત્યાં સુધી આપણે અન્ય શરીરધારીઓ સાથે જીવવાનું છે. તેથી ભાવમાં અને દૃષ્ટિમાં ઉદારતા કરવાની છે. જેથી દરેક પ્રસંગોમાં – સંયોગોમાં, સંબંધોમાં આત્મભાવ વિકાસ પામે. સંસારી જીવ અન્ય પ્રત્યે ઉપકાર કરીને સાધનામાર્ગમાં આગળ વધી શકે છે. જીવ મોહનીય કર્મને વશ પોતે જ પોતાના અપરાધથી સંસારમાં રખડે છે.
ઇન્દ્રિયો આત્માનો આધાર લઈને કાર્યાન્વિત બને છે, પરંતુ સંસારી એમ માને છે કે ઇન્દ્રિયોને આધારે આપણે કામ કરીએ છીએ. ઇન્દ્રિયો અને મન સર્વોપરી છે, આમ મોહવશ જીવ પરાધીન બને છે, અને દુઃખી થાય છે. એ દુઃખ એટલે સુખનું ન હોવું. જો ઇન્દ્રિયોનો ઉપયોગ કરે તો આત્મવિકાસ થાય. સુખી કે દુઃખી થવું તે આપણી સમજને આધારિત છે. અન્યને સુખી કરવાથી સુખી થવાશે, અન્યને દુઃખી ન કરવાથી સુખી થવાશે, સુખ તત્ત્વ એવું પરાધીન નથી. તે તો બદલાનો હવાલો છે. પુણ્યતત્ત્વ એ છે, કે સ્વયં દુઃખી ન થવું અને નિરામય સુખરૂપ રહેવું તે સ્વાધીન સુખ છે. સુખ આત્માનો સહજ સ્ત્રોત છે. આત્મિક સુખનો આધાર આત્મા જ છે.
આપણે આપણું બગાડ્યા વગર અન્યનું બગાડી શકતા નથી. આપણે આપણી જાતને સુધાર્યા વગર અન્યને સુધારી શકતા નથી. જગતને ઠીક કરવાની જરૂર નથી. જાતને ઠીક કરવાની જરૂર છે. જગત તો ઠીક જ છે, જે કંઈ થાય છે તે નિયમથી થાય છે.
જ્યાં સુધી જીવને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ દુઃખી છે. અપૂર્ણતા દુઃખ છે. વળી અલ્પ દુઃખની અવસ્થા એવી છે કે પૂર્ણ સુખને સ્વાહા કરી લે છે. અને દુઃખનું સામ્રાજ્ય ફેલાવી દે છે. ભૌતિક સુખમાં એવી તાકાત નથી કે દુઃખમાત્રને ખતમ કરી દે અને સુખને સર્વ વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org