________________
સરતિ ઇતિ સંસાર
બળે જીવ કેવળજ્ઞાન પામે છે. જેમ ગજસુકુમાર આદિ પામ્યા. કાયાના આહારાદિક કેટલાક ધર્મો છે. પણ તેમાં કંઈ રાગ કરવો જરૂરી નથી. એટલે તપાદિ દ્વારા આહારાદિનું નિયમન બતાવ્યું છે.
શારીરિક પીડા કે દરિદ્રતા જેવા દુઃખ વેદનરૂપ છે. જ્યારે માનસિક દુઃખ કાલ્પનિક છે. અજ્ઞાન અને મોહવશ જીવ દુઃખ પામે છે. સંસારના ભોગસુખમાં સમાનતા સંભવિત નથી. તે હંમેશાં ભેદ અને વિષમપણે હોય છે. કારણ કે તે સુખાદિનો આધાર પૂર્વના પુણ્ય અને પાપ છે.
રોગમાં શોક ભળે છે. શોક સ્વયં શોકરૂપ છે. શોક એ મોહનીય કર્મની પ્રકૃતિ છે. માનસિક પીડારૂપ છે. રોગ અશાતા વેદનીય કર્મનું દુઃખ છે. તે કાયયોગ સાથે જોડાયેલાં છે. રંક હોય કે રાય હોય. રાગી. કે નીરોગી; સૌને શોક-ક્લેશ કરાવે છે. તે ઉદ્વેગનું કારણ છે.
સંસારનું મૂળ દેહભાવ છે. દેહમાં સુખબુદ્ધિ છે. તેથી આત્મપ્રદેશો દેહથી (અભિન) અભેદ જણાય છે. તેનું ભેદજ્ઞાન કરીને દેહનું મમત્વ ટાળીને આત્મા સાથે અભેદ થવાનું છે. તો સર્વ દુઃખનો અંત આવે.
દેહની ક્રિયા ભોગ અને રોગ છે. દેહના જે સહજ ધમ છે સ્પર્ધાદિ, તેમાં મોહનીયને કારણે ભોગ ભળે છે. રોગમાં દેહની પ્રતિકૂળતા ધર્મ છે તેથી રોગ જાય એટલે દેહમાં સુખ ઊપજે છે. આવા મોહનીયના ભાવોને સમજવાના છે.
અજ્ઞાનવશ એકેન્દ્રિય જીવો દેહ તે “હું છું તેવા દેહભાવથી સુખ ઇચ્છતા હોવા છતાં દુઃખ જ ભોગવે છે, તેમાં છૂટકો નથી. સ્થાવરપણું હોવાથી સ્થળાંતર કરી શકતા નથી. ત્યાં અકામ નિર્જરાથી વિશેષ ગુણ પ્રાપ્ત થતાં ત્રપણું પામે છે. ઓઘ સંજ્ઞા વડે વળી દેહને બચાવવા દોડે છે.
વાસ્તવમાં સુખ આત્માનો મૌલિક ગુણ છે. દુઃખ મૌલિક નથી. દેહ સુખ માટે કરેલી ભૂલ એ દુઃખ છે. સુખ આત્મિક ને ભૌતિક બંને પ્રકારનું છે. ભૌતિક દુઃખ કેવળ નૈમિત્તિક છે. મોહ અને અજ્ઞાનવશ અનાદિકાળથી દેહસુખ જીવની સાધ્યદૃષ્ટિ છે. તેથી તેની મુખ્યતા થવાથી આત્મસુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org