________________
સ્વરૂપસાધનાનાં સોપાન વિસ્મરણ થયું છે. તે ખરેખર દુઃખદ છે. જીવ દેહસુખની સાધ્ય અને ભોગબુદ્ધિ છોડે તો આત્મિક સુખની પ્રાપ્તિ થાય. બાહ્ય સુખનાં સાધનોને દાન દ્વારા સહજ ત્યજી દેવાનાં છે. સંસારનું સુખ અન્ય જીવોને ભોગે ભોગવાય છે. માટે દાન અને દયાની મુખ્યતા કહી છે. આત્મતત્ત્વ વિવેકી તત્ત્વ છે. માટે ક્રિયા અને ભાવ બંનેમાં વિવેક જરૂરી છે.
સંસારમાં સર્વત્ર રાગનું સામ્રાજ્ય છે. પરંતુ જીવ જ એ રાગને ચોંટી પડે છે. રાગનો રાગ કરી બંધાય છે. રાગનો વિરાગ કરે તો મુક્તિ છે. સમકાતિને હજી સંસારનો ઉદય છે એટલે રાગ હોય પણ રાગનો રાગ મીઠાશ) નથી. મિથ્યાત્વ નથી એટલે સંસારનો ઉદય છતાં ઈચ્છા મોક્ષની છે. સંસાર પ્રત્યે ઉદ્વેગ છે. સંસાર સુખમય છે, સેવવા જેવો છે એ સુખબુદ્ધિ પામી ગઈ છે. સંસારના સુખની ઉપાદેયતા ટળી છે. હેયર્દષ્ટિ પરિપક્વ થઈ છે.
ત્રણે કાળ સંસારમાં ભોગ્ય પદાર્થોનાં સાધનો ઓછાં રહેવાનાં તે ભોગવવા જીવોની સંખ્યા વિશેષ રહેવાની અને દરેકની ભોગતૃષ્ણા અનંત રહેવાની, માટે ત્યાગ ધર્મ શ્રેષ્ઠ છે.
સંસારમાં જીવને સ્વક્ષેત્રે સ્વઈષ્ટ હોવાથી પોતાની ઈચ્છાથી વિરુદ્ધ વાત સહન થતી નથી. પોતાને ઈષ્ટ હોય ત્યાં સહન થાય છે. પુત્રપુત્રાદિનો વિયોગ સમય આવે વિસરી જવાય છે, કારણ કે તે પરક્ષેત્રે પરભાવ
છે, પણ મનના દુઃખને તદ્દન વિસરી જવાતું નથી. ઇચ્છાના મૂળમાં વિભાવની વિકૃતિ છે. તેમાં કષાય ભાવની મુખ્યતા રહે છે.
મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયની અપેક્ષાએ સંસારી જીવને જ્ઞાનીઓ દુઃખી કહે છે. મોહનીયના વેદનમાં જ્ઞાન તિરોહિત થાય છે, તે દુઃખદ છે. મોહનીયનું જ્ઞાન થાય અને તેની સામે જ્ઞાન હાજર થાય તો નિર્મોહતા આવે.
સંસારમાં દુઃખના ત્રણ (તાપ) પ્રકાર બતાવ્યા છે. આધિદૈવિક = કુદરતનો કોપ. આધિભૌતિક = દર્દ અને દરિદ્રતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org