________________
सूत्रार्थमुक्तावलिः આ ત્રણ પરિષદમાં પહેલી-બીજી પર્ષદા અનુયોગને યોગ્ય છે અને આચાર્ય તો પરિશ્રમ નિષ્ફળ થવાના કારણે અને દુઃખે કરીને અંત કરી શકાય એવા સંસારમાં પડવાનો સંભવ હોવાથી ત્રીજી પર્ષદા અયોગ્ય છે.
તે દુર્વિદગ્ધ પર્ષદા પદ અથવા અર્થને અવજ્ઞાથી સાંભળે છે અને પંડિતપણાના અભિમાનથી મોટાનો તિરસ્કાર કરે છે અને અવજ્ઞાથી સંસારમાં અત્યંત રાગવાળી થાય છે.
જે વળી પહેલી પર્ષદા છે તે અવિતત ગુણોથી સમૃદ્ધ જેમ રાજહંસ ક્ષીરનું, ગુણોનું આસ્વાદન કરે છે અને ક્યાંક ઉપયોગના અભાવના કારણે દોષોનો ત્યાગ કરે છે તેથી તે યોગ્ય છે.
બીજી તો સ્વભાવથી ભોળી છે. જેમ જંગલમાંથી લાવીને હરણ વિગેરના બચ્ચાઓ રૂચિ પ્રમાણે ભદ્રક પ્રકૃતિવાળા અથવા કૂર કરાય છે. તે પ્રમાણે ભાવિત નહિ થયેલી પ્રકૃતિથી મુગ્ધ એવી જે પર્ષદા જેમ પરતીર્થિકી વડે કહેવાય છે તેમ કરાય છે અથવા અસંસ્કારિત રત્નો વિશે જેવા પ્રકારનો અભિપ્રાય હોય તેવા પ્રકારના ઘડીને કરાય છે. તે પ્રમાણે આ પર્ષદા પણ જેમ ગમે છે તેમ કરાય છે. એટલે તે પણ યોગ્ય છે. ઉપલક્ષણથી અનુયોગ કરનારો સેંકડો એવા મૂલ ઉત્તર ગુણોથી યુક્ત હોય છે. જે વ્યક્તિ મૂલગુણ વિગેરેમાં સુસ્થિત હોય તેનું વચન ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ છે. પરંતુ ગુણહીન વ્યક્તિનું વચન સ્નેહથી રહિત દીવાની જેમ શોભતું નથી.
આ આનુપૂર્વી આદિના ભેદો આગળ કહેવાશે. નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-વચન-ભાવ ભેદથી અનુયોગનો નિક્ષેપ સાત પ્રકારે છે.
ઈન્દ્રાદિ નામનું કથન તે નામ અનુયોગ અથવા જે વસ્તુનું અનુયોગ એવું નામ કરાય છે તેના નામ માત્રથી અનુયોગ થવો તે નામ અનુયોગ.
સ્થાપનાનું કથન-અનુયોગો કરતા એવા આચાર્યાદિ જે કાષ્ઠાદિમાં સ્થપાય તે સ્થાપના અનુયોગ.
દ્રવ્યનું કહેવું તે દ્રવ્યાનુયોગ અથવા આસન આદિ દ્રવ્યમાં રહેલાનો અનુયોગ તે દ્રવ્યાનુયોગ.
દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જીવ અથવા અજીવ દ્રવ્યનો અનુયોગ તે દ્રવ્યાનુયોગ, જંબુદ્વીપ વિગેરે ક્ષેત્રનું વ્યાખ્યાન કરવું તે ક્ષેત્રાનુયોગ, કમલના સો પાંદડાના દષ્ટાંતોથી સમય વિગેરેનું વ્યાખ્યાન કરવું તે કાલાનુયોગ.
સાધુ વિગેરે વડે એક વચન વડે અથવા ઘણા વચન વડે પ્રાર્થના કરાયેલા એવા કોઈક આચાર્યાદિ જયારે અનુયોગને કરે ત્યારે તે વચનાનુયોગ.