________________
अनुयोगद्वार
२९
भावः । उपलक्षणतया तु अनुयोगकर्ता मूलोत्तरगुणशतकलितः, यो हि मूलगुणादिषु सुस्थितस्तस्य वचनं घृतपरिषिक्तपावक इव दीप्यते, गुणहीनस्य तु स्नेहेन विहीनः प्रदीप इव न शोभते वचनम् । आनुपूर्वीनामप्रमाणादिको भेदोऽग्रे वक्ष्यते । नामस्थापनाद्रव्यक्षेत्रकालवचनभावभेदेन सप्तविघोऽनुयोगस्य निक्षेपः, इंद्रादिनाम्नो व्याख्यानं नामानुयोगः यस्य वा वस्तुनोऽनुयोग इति नाम क्रियते तन्नाममात्रेणानुयोगो नामानुयोगः, स्थापनाया व्याख्यानं यत्रैवानुयोगं कुर्वन्नाचार्यादिः काष्ठादौ स्थाप्यते तत्स्थापनानुयोगः । द्रव्यस्य व्याख्यानं द्रव्ये वा निषद्यादौ स्थितस्यानुयोगो द्रव्यानुयोगः, द्रव्यक्षेत्रकालभावैर्जीवद्रव्यस्याजीवद्रव्यस्य वाऽनुयोगः द्रव्यानुयोगः । जम्बूद्विपादिलक्षणक्षेत्रव्याख्यानं क्षेत्रानुयोगः । उत्पलपत्रशतभेदादिदृष्टान्तैः समयादेर्व्याख्यानं कालानुयोगः । कदा कश्चिदाचार्यादिस्साध्यादिना सकद्वचनेन बहुभिर्वा वचनैरभ्यर्थितोऽनुयोगं करोति तदा स वचनानुयोगः । कथं नामैते शिष्याः सूत्रार्थसंग्राहकाः सम्पत्स्यन्ते, तथा कथं नु नाम गीतार्थीभूत्वाऽमी वस्त्राद्युत्पादनेन गच्छस्योपग्रहकारका भविष्यन्ति ममाप्येतान् वाचयतः कर्मनिर्जरा भविष्यति, तथा श्रुतपर्यवजातं ममापि वृद्धि यास्यति, श्रुतस्य वा अव्यवच्छित्तिर्भविष्यतीत्येवं सङ्ग्रहादिभिः पञ्चभिरभिप्रायैर्द्विन्यादिभिर्वा श्रुतं सूत्रार्थतो वाचयतो भावानुयोग इत्येवं भाव्यम् ।
હમણા પરિષદ્ દ્વારને કહે છે.
સંક્ષેપથી પરિષદ્ જ્ઞાયક-અજ્ઞાયક-દુર્વિદગ્ધ ભેદથી ત્રણ પ્રકારની છે. કુમાર્ગે પ્રવૃત્ત થયેલા પાંખડિઓના મતથી જેમનું અંતઃકરણ બળ્યું નથી એવી, ગુણ અને દોષનું જ્ઞાન કરવામાં કુશલ, સજ્જનોના પણ દોષોને નહિ ગ્રહણ કરનારી, કેવલ ગુણ ગ્રહણ કરવામાં તત્પર એવી જે પર્ષદા તે જ્ઞાયક પર્ષદા છે.
કુકડા-સિંહ અને હરણના બચ્ચાની જેમ જે પ્રકૃતિથી ભોળા સ્વભાવવાળી હોય, સંસ્કાર નહિ કરાયેલ જાત્યરત્નની જેમ આંતરિક વિશિષ્ટ ગુણોથી સમૃદ્ધ અને સુખે કરીને જે જાણી શકે તે અજ્ઞાયક પર્ષદા છે.
તે તે ગુણોને જાણનારા પાસે જવા દ્વારા કેટલાક પદોને જાણીને પંડિતપણાનું અભિમાન કરનારી કંઈક માત્ર અર્થપદને સાંભળીને અથવા માત્ર સારના વિસ્તારને સાંભળીને અને તેનાથી પોતાનું પંડિતપણું બતાવવા માટે જે અભિમાનથી ઉપાધ્યાય ભગવંતની અવગણના કરે છે અને પોતાના બહુજ્ઞતાને સૂચવવા માટે કહેવાતા અર્થને જે આગળ આગળ જલ્દીથી બોલે છે તે દુર્વિદગ્ધ પરિષત છે.