________________
२७
अनुयोगद्वार
सूत्रार्थेति, प्रथमं सूत्रार्थस्य ततो नियुक्तिमिश्रस्य ततो निरवशेषस्य कथनमनुयोगस्य विधिरित्यर्थः । तत्र ग्रहणधारणसमर्थान् शिष्यान् प्रति प्रथमं सूत्रस्य सामान्येनार्थः यावदध्ययनपरिसमाप्ति कथनीयः, ततो द्वितीयस्यां परिपाट्यां नियुक्तिमिश्रितः पीठिकया सूत्रस्पर्शिकनियुक्त्या च समन्वितो यावदध्ययनपरिसमाप्ति कथनीयः । तृतीयस्यां च पदपदार्थचालनाप्रत्यवस्थानादिभिर्निरवशेषोऽनुयोगोवक्तव्य इति भावः । मन्दमतीन् प्रति तु यथाप्रतिपत्ति सप्तवाराननुयोगः कर्त्तव्यः, न चैतावतातिसृभिः परिपाटीभिरेकान् ग्राहयतो रागस्सप्तभिरपरान् ग्राहयतो द्वेषश्च प्रसज्यते, एकविधपरिपाट्या सर्वेभ्यः सूत्रार्थस्य निरवयवेन सम्प्रदर्शयितुमशक्यत्वात्, न वाऽतिपरिणामकानपरिणामकांश्च परिहरतो द्वेषः, परोक्षज्ञानी ह्याचार्यस्सूत्रार्थों वदन् विनेयानां विनयाविनयकरणादिनाऽभिप्रायमुपलभ्यापात्रभूतेभ्यः शिष्येभ्यः श्रुताशातनादिना मा विनश्येयुरित्यनुकम्पया न सूत्रार्थो कथयति न तु द्वेषेणेति, एवमन्येऽपि विधयोऽनुयोगद्वारादितोऽवसेयाः । एतेनानुयोगे प्रवृत्तिरपि सूचिता, आचार्यस्य शिष्यस्य चोद्यमित्वभावे ईदृशविधेरप्रवृत्तेः, अत्र चत्वारो भङ्गाः, उद्यमी आचार्य उद्यमिनः शिष्याः, आचार्योऽनुद्यमी उद्यमिनश्शिष्याः, उद्यमी आचार्यः अनुद्यमिनश्शिष्याः, आचार्योऽनुद्यमी अनुद्यमिनश्च शिष्या इति, तत्र प्रथमे भङ्गेऽनुयोगस्य प्रवृत्तिः, चरमे तु नैव भवति, मध्यमयोस्तु कस्यचित्कथञ्चिद्भवत्यपीति ॥५॥
હવે વિધિ દ્વારને બતાવે છે.
પહેલા સૂત્રાર્થ ત્યાર પછી નિયુક્તિથી મિશ્ર અને ત્યાર પછી સંપૂર્ણ કથન કરવું તે અનુયોગની વિધિ છે. ત્યાં ગ્રહણ અને ધારણ માટે શિષ્યો પ્રતિ અધ્યયનની સમાપ્તિ સુધી પહેલા સૂત્રનો સામાન્યથી અર્થ કહેવો, ત્યાર પછી બીજી પરિપાટીમાં અધ્યયનની સમાપ્તિ સુધી નિયુક્તિ મિશ્રિત અને પીઠિકા દ્વારા સૂત્રને સ્પર્શનાર એવી નિયુક્તિથી યુક્ત કહેવું અને ત્રીજી પરિપાટીમાં પદ-પદાર્થ, ચાલના એટલે કે સમાધાન માટે શંકા કરવી, પૂર્વ પક્ષ કરવો, પ્રત્યવસ્થાન એટલે કે શંકાનું સમાધાન કરવું, ઉત્તર પક્ષ કરવો વિગેરેથી સંપૂર્ણ અનુયોગ કહેવા યોગ્ય છે.
મંદમતીવાળા શિષ્યો પ્રતિ તો જેવી રીતે બોધ થતો હોય તેમ સાત વાર અનુયોગ કરવા યોગ્ય છે. આવું કરવાથી કેટલાક શિષ્યોને ત્રણ પરિપાટીથી ગ્રહણ કરાવતા રાગનો પ્રસંગ થાય અને કેટલાક શિષ્યોને સાત પરિપાટીથી ગ્રહણ કરાવતા દૈષનો પ્રસંગ થાય, એક પ્રકારની પરિપાટીથી સર્વ શિષ્યોને નિરવયવપણાથી સૂત્રાર્થનું પ્રદર્શન કરવું અશક્ય છે અથવા તો અતિ પરિણામ લાવનારા એટલે કે હોંશિયાર શિષ્યોનો અને પરિણામ નહિ લાવનારા એટલે મંદ મતિવાળા શિષ્યોનો ત્યાગ કરતા ઠેષ ન થાય.