________________
૧૦
શાંત સુધારસ.
મારું સ્વરૂપ શું છે?-એ વગેરે વિચારને એને પ્રવૃત્તિ આડે. અવકાશ જ નથી. આમ વિચાર વિના વૈરાગ્યથી વિમુખ થઈ તત્ત્વજ્ઞાનથી એ વેગળા રહે છે.
સર્વજ્ઞ વીતરાગ અરિહંત પ્રણીત પવિત્ર નિદર્શન અપૂર્વ છે. જેનધર્મની પવિત્ર ઇયાને વાસ હાલ વણિકમાં રહ્યો છે, એટલી આનંદની વાત છે, પણ તત્વજ્ઞાનને નામે શૂન્ય છે. એ પવિત્ર દયાને લઈ વણિક જૈનોનું નામ હાલ પ્રખ્યાત છે. અને બીજે જૈનોના જેટલી દયા પણ નથી, એ જેનોએ ગૌરવ આણવા જેવું, પિતાને પુણ્યશાળી ગણવા જેવું છે. એવા દયાધર્મવાળા કુળમાં જન્મ એ પણ
- પુણ્યને લઈને થાય છે, અને પાછી દયા જનનું પુણ્યનું કારણ છે. આમ જૈનવર્ગ પણ ગૈરવ અને દયાથી દીપડે છે. અને જગતના બીજા જૈન દયાથી ધર્મો પર શ્રેષ્ઠતા ભગવે છે, એ સહુદયાદીપતી ત્માઓને સંતેષનું કારણ છે. એકલી દયા
વડેજ જગમાં વિજયધ્વજ ફરકાવતા એ જૈન સમુદાયમાં તત્ત્વજ્ઞાનને, સમ્યજ્ઞાનને પ્રચાર થાય તે પૂર્વને તીર્થકર ભગવાનના સમવસરણને પવિત્ર અવસર કેમ નિકટ ન આવે. આવે, પણ આ કાળના હીણપુણ્યા છનાં એ ભાગ્ય કયાંથી હોય ? જેને વૈરાગ્ય પુરતો નથી, વૈરાગ્યથી જે વેગળા રહે છે, સળી માત્રની અછતી વસ્તુની જે મૂચ્છી ત્યાગવા અસમર્થ છે, અસત્યમાં, અસત્ પ્રવૃત્તિમાં જે ડૂબી રહ્યા છે, તેને તત્વજ્ઞાન કયાંથી પુરે? અરે! એ સમવસરણને કાળ તે દૂર રહ્યો, પણ ભય લાગે છે કે તત્ત્વજ્ઞાનની ન્યૂન