________________
રહ્યા છે. એ જ પ્રમાણે-આર્થિક, સામાજીક, રાજકીય, શારીરિક વિગેરે આધુનિક ઉન્નતિઓના એ પ્રમાણે જ અર્થ સમજવાના છે.
૫. સ્વરાજ્યનો અર્થ સંસ્થાનિક સ્વરાજ્ય છે, એટલે કે ગોરી પ્રજાઓના વસવાટ માટેનું સ્વતંત્ર-કોઈની પણ દરમ્યાનગીરી વિનાનું-સ્થાન તે સંસ્થાનિક સ્વરાજ્ય. જેથી ભારતીય આર્ય પ્રજાના આ દેશ સાથેના વતન હક્કને ઘણું નુકશાન થાય તેમ છે. આ દેશમાં સંસ્થાનિક સ્વરાજ્ય એટલે ગોરી પ્રજાની વસાહત બનવું.
૬. ત્રિરંગી વાવટો - દુનિયાની દરેક પ્રજાના આ દેશમાં વતન હક્ક બુલ કરાવવાની હિલચાલનું પ્રતીક છે. પરંતુ ભારતીય આર્ય પ્રજાને વતન હક્ક બીજે બધે મળવા જોઈએ ને ? બધેય કદાચ વતન હક્ક મળે. એટલે આ આખી પ્રજા દેશો દેશમાં ઊઁચાઈ જાય. એટલે તેનું સંગઠન તૂટી જ પડે. એટલે એક પ્રજા તરીકેની તેની આજની એકતા નાબુદ થાય, અને આ દેશ સાથેનો સંબંધ છુટતાં તેની સંસ્કૃતિનો પણ નાશ થાય. માટે ગામમાં અર્ધી મળે તો આખો લેવા બહાર ન નીકળવાનો, અને દેશમાં અર્ધો મળે તો આખો લેવા પરદેશ ન જવાનો, ઉપદેશ પરિણામે આર્ય પ્રજાને હિતાવહ છે.
૭. હિંદુ અવિભક્ત કુટુંબ ટકાવવું.
૮. દરેક વ્યક્તિએ નિત્ય ધાર્મિક કૃત્યોમાં અપ્રમાદી રહેવું.,
૯. જ્ઞાતિ, મહાજન, સંઘ વિગેરેના કામમાં યથાશક્તિ આગળ પડતો ભાગ લેવો અને ફાળો આપવો. તેઓની પ્રતિષ્ઠા ટકાવવા યથાશક્તિ મદદ અને ભોગ આપવા.
૧૦. આરોગ્યના દરેક નિયમ જાળવવા. પણ અખાડામાં જવું નહીં, તેને ઉત્તેજન ન આપવું, બીજી રીતે વ્યાયામ લેવો, વ્યાયામ શાળાના પડદા પાછળ પ્રજાના પોષક ખાનપાન, અને નિશ્ચિંત જીવનનો નાશ ન થાય, તે માટે સાવચેત રહેવું.
૧૧. આહારમાં બે ત્રણ પેઢી સુધી દાળભાત, માલ મશાલા ખાવા મળે, તેના કરતાં હજારો પેઢી સુધી રોટલો ને મીઠું ને જાડા કપડાં મળે, તે વધારે ઈચ્છવા યોગ્ય છે.
૧૨. ભોજકો, ગોરો, બારોટો, મહાત્માઓ, સેવકો, ખેડુતો વિગેરે ઉચ્ચ કોમોથી
૨૬