________________
વિચાર કરીને જીવદયાનો ઉપદેશ આપવો જોઈએ. નહીંતર લાભને
બદલે હાનિ પણ થવાનો સંભવ ગણાય. ૪. સ્ત્રી કેળવણી -આજની સ્ત્રી કેળવણી અને તેની સંસ્થાઓ આપણી સ્ત્રીઓમાં
જે ખરા સંસ્કાર છે, તે કમસર યોજના પૂર્વક તોડવામાં ઉપયોગમાં આવી રહ્યાનું જણાઈ આવેલ છે, અને સ્ત્રીઓને બિનજરૂરી, આપણી આર્ય બાળાઓને બિનજરૂરી, આજે આપણી જરૂરીઆતને બિનજરૂરી, સંસ્કારો પાડવામાં આવે છે. આપણા ઘરોમાં આર્ય સંસ્કાર અને ખાનદાનીનો ટકાવ એ જ સંપૂર્ણ સ્ત્રીકેળવણી અને બાળ કેળવણીનું સાધન છે. ખરી રીતે એવા લખાણો, પુસ્તકો, છાપાંઓ, ચર્ચાઓ, વાતચીત, આપણા સારા કુટુંબોમાં અને ધર્મ સ્થાનોમાં થવા જ ન દેવા જોઈએ, એવી વાતો થવા દેવી, એ પણ એક જાતનો આપણા મત મેળવવાનો પ્રચાર છે. આજની સ્ત્રી-ઉન્નતિ સ્ત્રીઓની માનસિક અવનતિ કરે છે.
૫. કેટલીક હીલચાલો વિષે સાચી સમજ ૧. ધર્મસેવામાં દેશસેવા વિગેરે સેવાઓ સમાય છે. દેશસેવામાં પ્રજાસેવા વિગેરે
સમોય છે, પ્રજાસેવામાં જ્ઞાતિ વિગેરેની સેવા સમાય છે. જ્ઞાતિસેવામાં કુટુંબ વિગેરેની, કુટુંબ સેવામાં ઘરની, અને ઘરની સેવામાં કુટુંબની વ્યક્તિઓની અને પોતાની વ્યક્તિની સેવામાં દરેકની સેવા સમાય છે. કોઈ પણની સેવા તે તે વ્યાપક તત્વની અવિરોધિ રીતે સેવા કરી શકાય. વિરોધિ રીતે ન કરી શકાય. બધી સેવાઓની વ્યવસ્થા અને ઉપદેશ ધર્મ આપે છે. એટલે ધર્મથી વિરુદ્ધ હોય, તે રીતે કોઈ પણ સેવા ન કરી શકાય. દેશની સેવા કરવાનું પણ ધર્મ જ શિખવે છે. માટે ધર્મને હાનિકર
થાય, તેવી દેશ સેવા વિગેરે સેવાઓ ન કહી શકાય. ૨. આજના રાષ્ટ્રવાદમાં-ખરી દેશસેવા, ધર્મસેવા, પ્રજાસેવા કે એવી કોઈ પણ
સેવા છે જ નહી. માટે જ કેટલાક સમજુ મહાનુભાવો તેનાથી દૂર રહે છે, નહીં કે નબળાઈ કે દેશ સેવાની લાગણીનો અભાવ સમજવાના છે. પણ તેમ કરવામાં મહાપાપ સમજીને તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં આવેલું છે. જો કે ધર્મ દેશ કે પ્રજાની ખરી સેવા કરવાનું કર્તવ્ય દરેકે
બાવવું જોઈએ. ૩. આજની દેશોન્નતિ એટલે “ગોરી પ્રજાઓની આ દેશમાં બ્રિતિ” એ અર્થ
સમજવાનો છે. * ૪. એ જ પ્રમાણે આજની પ્રજા ઉન્નતિમાં પણ ગોરી પ્રજાની ઉન્નતિ ગોઠવાઈ
છે. અને તે કાર્યમાં આજના આગેવાનો અને દેશનેતાઓ પ્રયાસ કરી
૨૫