________________
હિંસામાં સહકાર થાય છે. એક દિવસ દયા પળે છે. તેની ખુશી આપણી પાસે મનાવીને બાકીના દિવસોમાં આપણો સહકાર જીવદયા મંડળી આપણી પાસેથી મ્યુ. ને અપાવે છે.
(૧૬) દુધાળા ઢોરોનેજ બચાવવાના તાર કરાવીને બીજાઓની હિંસા કરવાનું આપણી પાસે જ સરકાર આગળ એ સંસ્થાએ કબૂલ કરાવરાવ્યું
છે.
(૧૭) આજે એ સંસ્થા શાળા કોલેજોમાં અહિંસા વિષે વિદ્યાર્થીઓ પાસે નિબંધો લખાવીને દયાનું જ્ઞાન પ્રચારતી હોવાનું આપણને કહે છે. પરંતુ એ નિબંધોમાં પ્રાય: કરીને આપણી દયાની સીધી કે ગર્ભિત ટીકા હોય છે. પરંતુ ખેતીની મ્યુ. ની જનસુખાકારી વિગેરેને નામે કેટલી બધી હિંસા પ્રચાર પામે, તેવી યોજનાઓ ઘડાઈ રહી છે, ખેતી, પશુ ઉચ્છેર, વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા, વિગેરે પરદેશીઓના હાથમાં જઈ રહ્યા છે, અને જાય છે. તેને માટે મોટી મોટી યોજનાઓ ઘડાઈ રહી છે, જેને લીધે લાખો કરોડો હિંદુ ધંધાર્થીઓની બેકારી ઉત્પન્ન થવાની તૈયારી થઈ રહી છે. અને તેમાં જે મોટી માનવ હિંસા પડી છે, તેના નિબંધ કોઈ લખાવતું નથી, ને કોઈ લખતું યે નથી. તે વાત પરોક્ષ હિંસાની બાજુએ મુકીએ, તો પણ પ્રત્યક્ષ હિંસા પણ ઘણી વધી છે.
ઉલટા દેશનેતાઓ તેવી વાતોને ટેકો આપે છે, ત્યારે તેમની સલાહ પ્રમાણે એ જીવદયાની સંસ્થાઓ ચાલે છે.
(૧૮) કોંગ્રેસની અહિંસાની વાતોમાં અહિંસાની તરફેણમાં શબ્દો સિવાય કાંઈપણ પરિણામ આવ્યું નથી. ઉલટી અહિંસા વિષે જનસમાજમાં ગેરસમજ ઉભી કરીને સાચી અહિંસાને ગુંગળાવવા પ્રયાસ થયો છે. સારાંશ કે-હિંસા વધી છે; પણ ઘટી નથી. માત્ર અમુક વખત પૂરતી જ એ હિલચાલ હતી. તેમાં કોઈ સ્થાયિ સુંદર તત્ત્વ નથી, એ જણાતું આવે છે.
(૧૯) આ સિવાય પણ બીજા અનેક એવા કારણો ગોઠવાયા છે, કે એ સંસ્થાઓથી જીવદયા કરતાં જીવ હિંસાનો પરિણામે લાંબે કાળે વધારે સંભવ લાગે છે. જો કે સૂક્ષ્મ અભ્યાસ વિના એ સમજી શકાય તેમ નથી.
સબબ કે-આવી સંસ્થાઓને ટેકો આપતાં પહેલાં પૂર્વાપરનો ખૂબ વિચાર કરીને, જીવદયાના શુભ અને શુદ્ધ હેતુઓ સીધા અને પરંપરાએ જે રીતે સચવાય તે રીતે હિંસાષ્ટકાદિ શાસ્ત્રોનો પૂર્વાપર
૨૪