________________
અતિગાઢ સંબધે આ અંગે તેમનું ધ્યાન ખેંચ્યું ત્યારે, સત્ય વાત સ્વીકારવાના બદલે દરેક પાપોની જવાબદારી પતે સ્વીકારી, તીર્થની વિરાધના થાય અને અસંયમ વધે તેવા પ્રચાર ભાંડ-ચારણની માફક કર્યો. આ લેકનું સુખ મળ્યું છે પણ જીવનને મહાનુકસાન થયું છે, તે પ્રસંગે ખબર પડશે. ભાવિભાવ.
૧૨. છેલ્લે છેલ્લે મારે શ્રીસંઘને પ્રાર્થનાપૂર્વક કહેવું છે કે
(૧) કેટલાક એવા પણ છે કે જેઓ શ્રી આચાર્ય શ્રી વિજયરામ. . ચંદ્રસૂરિજી મહારાજ સાહેબ ક્યારેય પાપ કરે જ નહિ; અથવા તેઓ ગમે તેવા પાપના ને સંયમનાશનાં કાર્યો કરે તે પણ તે પાપ ન ગણાય અને તે કરવા છતાં તેમને પાપ લાગે જ નહિ–આવા લેકેને માટે મારી આ બધી વાત કે વિનંતી છે નહિ.
(૨) કેટલાક એમ પણ કહે છે કે બીજે ઘણે ઠેકાણે અસંયમને પોષણ મળે તેવા ઘણુ અનર્થો ચાલે છે, તે માટે તમે કેમ કાંઈ પ્રવૃત્તિ કરતાં નથી? આના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે આપણે ત્યાં શાસ્ત્રમાં ધર્મ અને સમતિ પમાડનાર ગુરુને ઉપકાર સૌથી મટે ગણાવવામાં આવ્યા છે, અને શ્રી આચાર્યશ્રીથી હું ધર્મ પામ્યો હોવાથી એ રીતે તેઓશ્રી મારા પરમ ઉપકારી ગણાય. એમના એ ઉપકારનો બદલે મારે વાળ હોય તે તેઓ પોતે ધર્મ અને સમક્તિના કાર્યમાંથી ભ્રષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેઓ પાછા ધર્મમાર્ગે વળે તેવી પ્રવૃત્તિ હું કરું તે જ શકય બને. તેમ જ તેઓશ્રી પક્ષના ગચ્છાધિપતિ હોવાથી ચુકતે જવાબદારી તેઓશ્રીની છે, માટે હું આ બધું માત્ર તેમને ઉદેશીને કરું છું.
.
(૩) આ બધું આ રીતે લખીને જાહેરમાં મૂકવા પાછળ શાસનની અપભ્રાજના કરવાને માટે કેઈ આશય નથી, તેની સૌ નેંધ લે.
(૪) આ બધું જાહેરમાં મેં મૂક્યું છે. તેમાં કયાંય પણ ધર્મ સંઘ-શાસનની મર્યાદાને બાધ આવે કે નુકશાન થાય તેવી કોઈ પણ ક્ષતિ હોય તે તે બદલ હું શ્રી દેવ-ગુરુ-ધર્મ સમક્ષ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં દઉં છું. આ લખાણમાં મારી જાણ્યે અજાણ્યે થયેલી ક્ષતિ તરફ કેઈપણ ધ્યાન દોરશે તે તેને હું ઋણી રહીશ.
૧૬ | સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા