________________
શલાકા-પ્રતિષ્ઠા કરાવી, સત્ય અને શાસ્ત્રનો અનાદર કરી, અધર્મને ધર્મ કર્યાને આનંદ માને છે. વળી, અંજનશલાકાના એ જ પ્રસંગે ભરાવવામાં આવેલી પ્રતિમાઓની ઉપર લખાવેલા શિલાલેખોમાં પોતાના પરમ ઉપકારી ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબનું નામ ઈરાદાપૂર્વક ટાળ્યું છે, ને લખાવ્યું નથી. આથી શ્રી આચાર્યશ્રીના મનમાં પોતાના ગુરુ પ્રત્યે કેટલે અનાદર ભર્યો છે તે પણ જણાઈ આવે છે.
શ્રી આચાર્યશ્રીએ તીર્થરક્ષા અને શાસ્ત્ર-સિદ્ધાંતરક્ષા કરવા માટે જે વિરોધ વાણી દ્વારા કર્યા છે તેવાં જ કાર્યો તેઓશ્રીની નિશ્રામાં થયા છે અને થતા રહ્યા છે, તે વાત ઉપરની બાબતથી માનવાને પ્રેરે છે. એ જ રીતે આ તીર્થ ઉપર જે મેટર રસ્ત-માલસામાન ચઢાવવા માટે કરાવેલ તે રસ્તાને ઉપગ યાત્રાળુઓને વાહન વડે યાત્રા કરવા તેઓશ્રીની ઉપસ્થિતિમાં થતો રહ્યો છે. જે આજ પણ એ રસ્તાને વાહનમાર્ગ યાત્રા કરવામાં ઉપગ થતું હોય તે પછી જ્યારે નિર્માણકાર્ય પૂર્ણ થયે જે યાત્રા માટે આ માર્ગ બંધ કરવાનું કહેવાય છે તે શંકા ઊભી કરે એવું છે. આ માટે જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શ્રી આચાર્યશ્રી એવું જાહેર નિવેદન પ્રગટ કરાવે કે બાંધકામ પૂર્ણ થયે રસ્તો બંધ કરાશે અને જે રસ્તે બંધ નહીં કરાય તે આ તીર્થના ઉદ્ધાર માટે જેણે જેણે રકમ આપી છે તેને તે પરત કરવામાં આવશે. આવા નિવેદનથી સૌને વિશ્વાસ બેસશે.
૧૦. પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજે, લગભગ ૮૦ વર્ષની જૈફ વયે પણ, શ્રીસંઘની શાંતિને જોખમાવતા, કલુષિત કરતા પ્રશ્નો/વિવાદોનો સર્વસમ્મત શાંતિમય ઉકેલ આવે તે માટે, તેમ જ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે સમુદાયના સાધુઓની પવિત્રતાના રક્ષણ માટે જે પટ્ટક તથા તેનું પાલન થાય તે જોવા માટે સ્થવિર મુનિમંડળની નીમણુંક કરી હતી, તે પટ્ટકને ભંગ થતો હોય ત્યારે તે અંગે દાદ મળે એ બંને શુભ આશયથી, અભિગ્રહપૂર્વક છેલ્લાં બે વર્ષથી આયંબિલતપની અખંડ આરાધના આદરી છે, અને એ રીતે શાસનની સેવા-રક્ષા કાજે કાંઈક કરી છૂટવાની
૧૪ સંયમરક્ષા અંગે મારી અને વ્યથા