________________
તેઓશ્રીએ શાસ્ત્રના નામે ધર્મની ઘણી ઊંચી વાત કરી, પણ પિતાના જીવનમાં–આચરણમાં ધર્મ જેવી કોઈ ચીજ દેખાઈ નથી, અને તે બાબતને છાવરવા માટે થઈને જ સિદ્ધાંતના નામે સકલ સંઘમાં કલુષિત વાતાવરણ ચાલુ રહે તે માટે જ તેમણે શક્ય સફળ પ્રયત્નો કર્યા. આટલેથી પણ સંતવ તેમને ન થયો, તેથી તેમણે પોતાના આજ્ઞાવતી સમુદાયના સાધુઓના કાર્યો તથા વાતને પણ, તે કાર્યો અને વાતે સિદ્ધાંત વિરૂદ્ધનાં છે તેમ કહી ઘર્ષણ થાય તેવા પ્રસંગે ઊભા કર્યા. આમ કરવા પાછળ મારા સિવાય જગતમાં શાસ્ત્રનો જાણકાર અને સિદ્ધાંત–શાસનને વફાદાર કેઈ બીજો નથી તેવી છાપ ઊભી કરવાને જ આશય તેમને છે તે તેઓશ્રીની પ્રવૃત્તિથી સ્પષ્ટ થાય છે.
૮. ગત વર્ષે પાલીતાણું ચાતુર્માસ કરવાનું નક્કી થયું ત્યારે લાગ્યું કે હવે તે શ્રી સિદ્ધગિરિજી જેવા પવિત્ર મહાતીર્થની છાયામાં રહીને એકાંતે કર્મનિર્જરા થાય તેમ જ રહેશે ને વર્તશે. પરંતુ તેને બદલે ત્યાં પણ સાધુતાને નાશ થાય અને અસંયમની પરંપરા ચાલે તેવી જ પ્રવૃત્તિ કરી તથા કરાવી છે. વળી શ્રાવકોના દાનધર્મને પણ નાશ કરેલ છે.
સિદ્ધગિરિજીમાં સુપાત્રદાન વિધિપૂર્વક કરવાથી જે લાભ થાય છે તે બીજે ક્યાંય થતું નથી. તેમ શાસ્ત્રકારોએ ભાર દઈને કહ્યું છે ને આપણે સૌએ તે સાંભળ્યું છે. પણ તે વાતને અમલ અમુક શ્રીમતેએ પૈસાના જોરે ગયો ચાતુર્માસમાં ત્યાં રડા ખોલીને સાધુઓને આચારનો નાશ થાય અને બીજાઓ સુપાત્રદાનથી વંચિત રહે તેવી પ્રવૃત્તિ શ્રીમંતોએ કરી ને તે પણ ધર્મબુદ્ધિએ કરી અને તેમાં ગચ્છાધિપતિએ વાંધો કે વિધ ન લેતાં તેને પ્રોત્સાહન જ આપ્યા કર્યું અને એ રીતે સાધુઓની પવિત્રતા ખલાસ કરી છે.
અહીં મારી એટલી જ વિનંતી છે કે એ ભક્ત શ્રીમતિએ ગચ્છાધિપતિની શાસ્ત્ર મુજબની વાણુને બરાબર અમલમાં મૂકી હોત તો તેઓએ આવી ધર્મને તથા સાધુના આચારને નાશ થાય તેવી પ્રવૃત્તિ ન કરી હોત. હજી પણ હું તે ભક્ત શ્રીમંતને સૂચવું છું કે આપ
૧૨ / સંયમરક્ષા અંગે મારી મને વ્યથા