________________
જાગે, અસંયમીના શાસનને ત્ય અને અસંયમ વધુ વકરે તે પહેલા જ તેને ડામીને સંયમ અને સચ્ચારિત્રનું વાતાવરણ રચે.
૭. આ બધી વાતે અને આ પત્રવ્યવહાર આ રીતે જાહેરમાં મૂકવાથી શાસનની હીલના જ થશે–એવો અભિપ્રાય મને ઘણા મિત્રો અને સ્નેહીઓ તરફથી મળ્યો છે મળે છે. પરંતુ મને ખાતરી થઈ ચૂકી છે કે હવે તે મારે આ બધી વાતે જાહેરમાં કર્યા સિવાય છૂટકે નથી જ. આ બધું જાહેરમાં મૂકવું ન પડે તે માટે મેં છેલ્લાં પાંચ વર્ષમાં મારી સમજ અને શક્તિ મુજબ જે ઉપાયો કર્યા છે તેને આછો ચિતાર અહીં આપવાનું અસ્થાને નહીં ગણાય. (૧) શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના ખુદની તથા તેમની છત્રછાયામાં ચાલતી સંયમભ્રષ્ટતા અને આચારવિમુખતાની પિષક પ્રવૃત્તિઓ તરફ, તેઓશ્રી ઉપર સીધા પત્ર લખીને સતત ધ્યાન દોર્યું, અને છતાં તેઓશ્રી તરફથી મારા આ (તા. ૧૨-૧૦–૧૯૮૦ થી આજ સુધીના) એક પણ પત્રને કે એક પણ વાતને હકારાત્મક કે નકારાત્મક જવાબ કે ખુલાસે મને મળ્યો નથી. (૨) સમુદાયના તથા પક્ષના આચાર્યો તથા મુનિભગવંતને તથા શ્રીસંઘને તેમ જ વ્યક્તિઓને આ શિથિલાચાર અને અસંયમને ડામવા માટે, તે અંગે ઉપાયો કરવા માટે વારંવાર વિનતિપત્રો લખ્યા છે. (૩) આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ મને ધર્મપ્રાપ્તિ કરાવવાને અંગે મારા પરમ ઉપકારી હોવાથી તેઓશ્રીના ઉપકારને બદલ તેઓશ્રીની ધર્મ અને સંઘ તેમજ સાધુપણાથી વિપરીત પ્રવૃત્તિને રિકવાથી જ હું વાળી શકું, ને એ માટે તેઓશ્રીના ચિત્તની શુદ્ધિ થાય ને સંયમના અધ્યવસાય તેઓને પ્રાપ્ત થાય તથા અસંયમથી બચે તે માટે આરાધના દ્વારા સુમબળ ઊભું કરવાથી જ મારું કામ ઘટે. આ આશયથી મેં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન મારી શક્તિ અનુસાર શકય એટલી વધુમાં વધુ તપશ્ચર્યા કરી છે.
અને આમ છતાં, આ પાંચ વર્ષના ગાળામાં જ્યારે કાંઈ જ સંતોષ થાય તેવું વલણ કે થોડુંક પણ પરિવર્તન તેમનામાં જોવા મળ્યું નથી. ત્યારે મારા જેવાની ધીરજ ખૂટી જાય તેમાં નવાઈ નથી.
મેં તેમની છાયામાં ૪૦ વર્ષ વીતાવ્યાં છે. એ દરમ્યાન અનેક પ્રસંગે તેઓએ અમને સમજાવ્યું અને ઉપદેશ્ય છે કે “આચાર્યો૧૦ | સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા