________________
ઉપાધ્યાયે-શાસન કે સંઘના આગેવાને, શાસનને નુકસાન થતા અટકાવે નહિ, તે શક્તિસંપન્ન આત્માઓએ રાજદરબારે ને કેટકચેરીએ જઈને પણ દાદ માંગવી જોઈએ. અને શાસનને બચાવી લેવું જોઈએ. તે જ ધર્મ પામ્યાનું લક્ષણ છે.” અને “સિદ્ધાંતને મૂકવા કરતાં ઝેર ખાઈને મરવું વધારે સારું.” તેમ જ “સિદ્ધાંતને ખાતર એકલા રહેવું પડે તે એકલા રહીને પણ શાસન રક્ષા કરવી જોઈએ.”
તેઓશ્રીના આ ઉપદેશને શાસ્ત્રાનુસારી સમજીને મેં અનેક પ્રસંગે તેનું અનુસરણ પણ કર્યું છે. અને ખપ પડ્યો ત્યારે ધર્મબુદ્ધિએ ઘણું આચાર્યાદિ તથા સંઘ તેમજ આગેવાનો સાથે વૈમનસ્ય થાય તેવી પ્રવૃત્તિ પણ કરી છે.
વળી, એમણે એમ પણ સમજાવ્યું છે કે “ગુરુની નિશ્રાએ આવેલા આત્માઓનું આત્મિકહિત સધાય તેની ચિંતા ન કરતાં તેનું પતન થાય તેવી પ્રવૃત્તિ કરે કે કરાવે, તે એ ગુરુ કસાઈ કરતાં પણ ભૂડે છે.”
મને હવે બરાબર સમજાયું છે કે આ તેઓશ્રીનું વચન તેઓશ્રીને પૂર્ણ પણે લાગુ પડે તેવી જ તેમની રીતભાત છે. પોતાની નિશ્રાએ આવેલા ને આવનારા આત્માઓના હિતની તેમણે કયારે પણ લેશમાત્ર ખેવના રાખી નથી, પણ તેમનું પતન થાય તેવું જ વર્તન રાખ્યું છે ને સંચમભ્રષ્ટતા વધે તેમાં જ સહાય કર્યા કરી છે. અને એટલે જ મેં એમની પાસે ને અન્ય આચાર્યો તથા સંઘના આગેવાનો વગેરે પાસે આ ભયાનક સંયમનાશક રીતભાતને અટકાવવા માટે વારંવાર દાદ માગવા છતાં મને તે ક્યાંયથી ન મળી ત્યારે તેઓશ્રીએ આપેલી સમજણ પ્રમાણે જ, તેમની સામે જ મારે કેટકચેરીએ શા માટે ન જવું? અને આ બધી વાતો ને પત્રવ્યવહાર જાહેરમાં શા માટે ન મૂકે? અને હું આમ કરું તે શાસનની હિલના પણ શી રીતે ? એ મારી સમજમાં આવતું નથી.
વધારે દુખ તે એ બાબતનું છે કે તેઓશ્રી સિદ્ધાંતને ખાતર અને દેવગુરુની આજ્ઞાનું પાલન ખાતર સકલ સંઘથી જુદા પડ્યા ને હવે તે જ હેતુઓને તેઓ–બગચ્છાધિપતિ જ નાશ કરી રહ્યા છે.
સંચમરક્ષા અંગે મારી મને વ્યથા / ૧૧