Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ભગવાન મહાવીરના સમયમાં આ અવન્તીનગરીમાં ચંદ્રપ્રદ્યોત રાજા રાજ્ય કરતા હતા. તેમના પછી નવ નંદ, ચંદ્રગુપ્ત, અશક અને તે પછી જેન ધર્માવલંબી જૈન ધર્મના પરમ આરાધક મહારાજા સંપ્રતિ વગેરે રાજાઓએ રાજ્ય ન્યાયનીતિથી કર્યું હતું.
આ રાજાઓ પછી કાળે કરી ગર્ધવસેન (ગદંભિલ્લ) રાજા થયા. તેઓ પણ પૂર્વે થઈ ગયેલા રાજાઓની જેમ ન્યાયનીતિથી રાજ્ય ચલાવતા હતા. એ રાજાને બે પુત્રો હતા, ભર્તુહરિ અને વિક્રમાદિત્ય. તેમણે દેશવિદેશના રાજાએને જિત્યા હતા. - એ ગર્ધવસેન રાજાએ પોતાના પુત્ર ભર્તુહરિને પરાક્રમી રાજા ભીમની સૌંદર્યસંપન્ન પુત્રી અનંગસેના સાથે પરણાવ્યા
હતે.
તે સમય જતાં ગર્ધવસેનને દેહાંત થયા. પિતાના મૃત્યુથી ભર્તુહરિ અને વિક્રમને ખૂબ જ દુઃખ થયું. પણ મંત્રીવર્ગો આશ્વાસન આપી શેક દૂર કરાવ્યું. ને દબદબાપૂર્વક ધામધૂમથી ભર્તુહરિને રાજ્યાભિષેક કર્યો ને પરાક્રમી વિક્રમાદિત્યને યુવરાજપદે વિભૂષિત કર્યા. બંને ભાઈઓ પ્રજાના સુખ-દુઃખને વિચાર કરતા દિવસ આનંદમાં વિતાવતા હતા.
આ આનંદદાયી દિવસે સદા ટક્યા નહિ. ભર્તૃહરિથી એક દિવસ વિક્રમાદિત્યનું અપમાન થયું, તેથી વિક્રમાદિત્યે