Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૪૧
આજ્ઞા વિરુદ્ધ કાંઈ જ કરી શક્તો નથી. તમે આ વા , પહેરે.”
રૂપચંદ્રના આ શબ્દએ મંત્રીઓએ તેનાં આપેલાં વ લીધાં.
રૂપચંદ્રની આ વીરતાથી મહારાજા ઘણા પ્રસન્ન થયા અને તેનું બહુમાન કર્યું. સમયના આગળ વધવા સાથે રૂપચંદ્ર અને અગ્નિશૈતાલ વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ અનિબૈતાલ જેમ રૂપચંદ્રને આધિન હતું. તેમ રૂપચંદ્ર પણ મહારાજાને ભક્ત થઈ ગયું હતું. મહારાજાએ રૂપચંદ્રનું નામ અઘટકુમાર રાખ્યું. કેમકે તેણે અસંભવિત કાર્યને સંભવિત કરી બતાવ્યું હતું, કેમાં પણ તે અઘટકુમારના નામથી જાણીતે થઈ ગયે.
મહારાજાએ એ શૂરવીર અઘટકુમારને પોતાને અંગરક્ષક બનાવ્યું.
દિવસે એક પછી એક જતા હતા. રાજ્યમાં સુખશાંતિ હતી. તેવામાં એક દિવસે એક રાતના મહેલથી થોડે દૂરથી રડવાને અવાજ આવ્યું તે સાંભળી મહારાજાએ અઘટકુમારને કહ્યું, “અઘટ ! આ મધ્યરાત્રિએ કેણ, ક્યાં અને કેમ રડી રહેલ છે તેની તપાસ કરી તે.”
મહારાજાની આજ્ઞા થતાં જ અવાજની દિશાએ તે ચા. મહારાજા પણ પાછળ પાછળ જવા લાગ્યા છેડે દૂર જતાં પીપળાના ઝાડ પર કઈ રોઈ રહ્યું હતું તે