Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૭૦
હવે એ કમળા લાગ સાધી રુક્ષ્મણી ન જાણે તેમ છાની ઘરમાં જઇ રસોઇમાં મીઠુ` નાંખી આવતી. અને છાનીમાની પેાતાના ઘેર ચાલી જતી. ક્યારેક ક્યારેક રસોઈમાં કચરો પણ નાખી આવતી. કડવી અને ખારી રસેાઇ ચાખીને ખાપ દીકરીને કહેતા, દીકરા, આજ રસાઈ કડવી કેમ છે? ’
"
જવાબમાં રુક્ષ્મણી કહેતી : બાપુજી મેં કડવી રસાઈ અનાવી નથી.’
આમ બ્રાહ્મણુ ખાવાપીવામાં દુઃખી થવા લાગ્યા. પરિણામે દીકરી પરથી તેના સ્નેહ એ થવા લાગ્યા. ને તે પેલી કમળા પાસે જઇ કહેવા લાગ્યા, · મારી કરી ખાવાપીવાનું સારું બનાવતી નથી.’
એ તે મેં તમને પહેલેથી જ કહ્યું હતુ, પણ તમે માન્યું' નહિ. કમળાએ કહ્યું. ત્યારે દેવશર્માએ કહ્યું ‘ તમે મારા માટે કાઇ કન્યા શેાધી લાવે.’
કમળાએ તેના માટે કન્યાની શેાધ કરવા માંડી: પણ લાયક કન્યા ન મળી. આ સમાચારથી દેવશર્મા દુઃખી થયા. ત્યારે કમળાએ કહ્યું, ‘જો તમને ઠીક લાગતું હાય તા હું તમારું ઘર માંડું.' આ સાંભળી દેવશર્માએ કહ્યું, તે તા વિવાહથી રળિયામણું શું ? રાગીને બૈદ્ય તેને ભાવતુ ખાવાનું કહે પછી શું જોઈએ ? ’
કમળાએ દેવશર્માનું ઘર માંડયું, તે દેવશમાંને પોતાના