Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૮૪
મહારાજાએ તે સ્ત્રીને અગ્નિપ્રવેશ કરતા રોકાવા કેટલું સમજાવ્યું પણ તે સ્ત્રી માની નહિ, તે તેના પતિના ત્યાં પડેલા અવય લઈ ચિતા પર ચઢી.
થોડી વાર પછી પિલે માણસ આકાશથી આવી મહારાજાને કહેવા લાગ્યું, “તમારી કૃપાથી મેં સ્વર્ગમાં વિજય મેળવ્યો છે. રણમેદાનમાં દાને હારી ગયા, દે છત્યા. તેથી ઈદ્ર મારું બહુમાન કર્યું. હું હવે મારી સ્ત્રીને લઈ મારે ત્યાં જઈશ. તમે મારી પત્ની મને સેપ. ..
આ સાંભળી મહારાજા નવાઈ પામ્યા. દુઃખથી વિવશ થઈ દીનભાવે તેની સ્ત્રીએ અગ્નિપ્રવેશ કર્યો છે, તે કહ્યું. આ સાંભળી તે પુરુષ બોલ્યા, “હે રાજન, જૂઠું શા માટે બેલે છે? મારી સ્ત્રી તમારા અંતઃપુરમાં જ છે.” કહેતે તે પુરુષ ત્યાંથી ગયે. અને તેની સ્ત્રીને અંતઃપુરમાંથી લઈ આવ્યો ને બે “હે રાજન, તમે પરણ્યથી દૂર રહે છે, તેમ મેં સાંભળ્યું હતું પણ તમે થોડા દિવસના જીવવા માટે આવું શું કરે છે?'
તે પુરુષના શબ્દો સાંભળી મહારાજાએ નીચું જોયું મેઢા પર દુઃખના ચિહ્નો જણવા લાગ્યા. ત્યારે તે પુરુષે સ્ત્રીને અદશ્ય કરી કહ્યું, “મહારાજ, મેં તમારી સામે ઈજાળ ફેલાવી હતી. તમે દુખી ન થાવ.' - તે પુરુષ-જાદુગરના શબ્દો સાંભળી મહારાજા પ્રસન્ન થયા, અને પાંડ્ય દેશથી દંડરૂપે આવેલી ભેટ જેમાં આઠ