Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 797
________________ જૈન સાહિત્ય અને વિક્રમાદિત્ય જૈન મુનિવરેએ સાહિત્યનું રક્ષણ કર્યું છે, તેવું કહેવાની આવશ્યકતા નથી. તેમણે વખતે વખત પહેલાના ઈતિહાસને આધાર લઈ નવીન સાહિત્યનું સર્જન કર્યું છે. તેથી રાષ્ટ્રને ઈતિહાસ જૈન સાહિત્યમાંથી મળી આવે છે. મહારાજા વિક્રમાદિત્યનું સાહિત્ય જેટલું જૈનસાહિત્યમાં મળે છે, એટલું બીજા કેઈ સાહિત્યમાં નથી. અને આ સાહિત્ય મહારાજા વિક્રમ જૈન હતા તે સિદ્ધ કરે છે. મહારાજા વિક્રમના નવરત્નમાં જૈન સાધુઓ પણ હતા. અને મહારાજા વિક્રમ માટે જૈનમુનિવરેને પ્રેમભાવ હતે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વજીના સદુપદેશથી મહારાજા વિક્રમ સંઘપતિ થઈ શત્રુંજય ગયા હતા, ત્યાં જિર્ણોધાર પણ કર્યા હતા. પંદરમી સદીમાં કાસકહગ૭ના શ્રી દેવચંદ્રસૂરિરાજના શિષ્ય શ્રી દેવમૂર્તિ ઉપાધ્યાયે વિક્રમચરિત્ર નામને ગ્રંથ લખ્યું હતું. જેના ચૌદ સર્ગ છે. આ ગ્રંથમાં મહારાજા વિક્રમને જન્મ, રાજ્યાભિષેક, સુવર્ણ પુરુષને લાભ, પંચદંડ.

Loading...

Page Navigation
1 ... 795 796 797 798 799 800 801 802 803 804 805 806