Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ભાવડહને ત્યાં પુષ્પથી આનંદ આનંદ થઈ રહ્યો. વિશ્વની રંગભૂમિ પર આવેલા બાળકને સત્કાર કર્યો. તેનું નામ જાવડ રાખ્યું.
દિવસે જતાં જાવડ મોટો થશે. બાલ્યાવસ્થામાં જતેવિદ્યા ભ. તે જ્યારે યુવાવસ્થામાં આવે ત્યારે જૈનશાસનના સૂર્ય સમાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કાળધર્મને પામ્યા તેથી જૈન સમાજ દુઃખી થઈ રહ્યો હતો. તે સમયે કપર્દી યક્ષ પિતાના પરિવાર સાથે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વી થયાના સમાચાર સંઘને મળ્યા.
તે કપર્દી યક્ષે મહાતીર્થ શત્રુંજય પર પાપકર્યો કરવા માંડયાં. તેથી તે મહાતીર્થની યાત્રા દુર્લભ થઈ. ગામે ગામના સંઘો ચિંતામાં પડ્યા અને “શું કરવું?” તે વિચારવા લાગ્યા.
આમ દિવસે-મહિના-વર્ષે જવા લાગ્યા. મહાતીર્થની આશાતના ટાળવાને કઈ માર્ગ જણાતું ન હતું.
પદી યક્ષની પાપપ્રવૃત્તિ શેકવા યુગપ્રધાન શ્રી વાસ્વામીજી અને બીજા અનેક આચાર્યો, મુનિવરોને વિચાર આવ્યું. આશાતના ટાળવા અનેક પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા.
પદ ચક્ષની પ્રવૃતિ આગળ વધી રહી હતી. તે સમયે જાવડશાનાં માતાપિતા મરણ પામ્યા. જાવડશા પર દુખ પહાડ તૂટી પડે. માતાપિતાના મરણનું