Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૯૫
આનંદ પામ્યું. એ આનંદમાં શ્રી વાસ્વામીજીને પધારવાથી વધારે થયે.
જાડવશા શ્રી વાસ્વામીજીને વંદના કરવા ગયા. ત્યાં શ્રી વાસ્વામીજીએ દેશના આપી. ગામમાં આનંદ આનંદ થઈ ગયે.
એક દિવસે ગુરુદેવે વ્યાખ્યાન આપતાં શ્રી શત્રેયનું સુંદર વર્ણન કર્યું. તે સમયે એક દિવ્ય કાંતિવાળા અપરિચિત પુરુષે આવી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કર્યો ને કહ્યું, “હે ગુરુદેવ, આપની કૃપાથી હું દેવલેકમાં કપદ યક્ષના રૂપમાં ઉત્પન્ન થયે છું. લાખ દેવેને હું સ્વામી છું, મારા લાયક કામ-સેવા કહે.”
ગુરુદેવે તેની સાથે કાંઈક વિચારણા કરી તેને રવાના.
સૂરીશ્વરજીએ જાવડશાને વિસ્તારથી બધી વાત કહી, તે સાંભળી જાવડશાનું હૃદય આનંદ પામ્યું, ને તેણે સંઘ લઈ શત્ર તીર્થ જ વિચાર્યું. તૈયારીઓ કરવા માંડી.
તૈયારીઓ પૂરી થતાં શ્રી વાસ્વામીજીની નિશ્રામાં ધામધુમથી સંઘે પ્રયાણ કર્યું. રસ્તામાં જે કાંઈ ઉપદ્રવ થતા તે વાસ્વામીજી નિવારણ કરતા. આખરે તેઓ શ્રી શત્રુંજય પહોંચ્યા. ત્યાં કેટલીય અપવિત્ર વસ્તુઓ પડી હતી. તે જાવડશાએ દૂર કરાવી. શેત્રુંજી નદીના નિર્મળ જળથી ત્યાં ભૂમિ પવિત્ર કરાવી, મુખ્ય મંદિરમાં પ્રતિમા બિરાજમાન