Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ખરાબ સ્થળમાં હું પડી ગઈ અને એનાથી મારી આંખમાં કુલું પડ્યું.'
આ સાંભળી રાજાએ મનમાં નિર્ણય કર્યો. “આ મારી સ્ત્રી ન હોય. કઈ પ્રપંચી છે.” પછી રાજાએ પૂછયું, “તને અહીં કેણે મકલી? આ પ્રશ્નને જવાબ લમીએ આપે નહિ. એટલે રાજાએ તેને ચાબુકથી ફટકારી તેથી તેણે બધી વાત કહી. આ સાંભળી રાજા , હું પણ એ જ કુવામાં પડીશ.” ત્યારે મંત્રીઓએ કહ્યું, “ઉતાવળ ન કરે. છ મહિના રાહ જુએ. બધું બરાબર થઈ જશે.” પછી રાજાએ કમળાને દેશપાર કરી, અને ફરીથી પુત્રને જન્મત્સવ કર્યો. આ સમાચાર તક્ષકે રુક્ષ્મણને આપ્યા. તે સાંભળી રુક્ષમણીએ કહ્યું હે નાથ ! હું મારાં બાળકને જેવા ઈચ્છું છું.”
તક્ષકની આજ્ઞા લઈ રુક્ષમણું રાજમહેલમાં આવી, પોતાના પુત્રને સ્તનપાન કરાવ્યું. ગુપ્ત રીતે આભૂષણ વગેરે મૂકયાં.
સવાર થતાં રાજાએ આ જોયું ને પોતાની પત્ની અહીં આવી હોવી જોઈએ. એમ માની બીજે દિવસે તેને પકડવા સંતાઈ રહ્યા
છે : I ! રાત થઈ. રુક્ષમણ પોતાના પુત્રને સ્તનપાન કરાવવા આવો, એટલે રાજ તેને પકડવા ગયે, પણ પકડી શકે નહિ બીજે દિવસે રાજ બરાબર સાવધ રહ્યો. તેણે પોતાની પત્નીને સ્તનપાન કરાવતી જોઈ.