Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ને તે ગોવાળ તેની સાથે આનંદથી રહેવા લાગ્યો. તેની પાસે તે ઘરનાં કામ કરાવતે.
સમયે આગળ વધવા લાગ્ય, એક દહાડે રમાએ. ગેવાળને પૂછ્યું, “દિવાળીને ગયે કેટલા દહાડા થયા?”
દિવસની ગણત્રી કરી ગેવાળે કહ્યું, “છ મહિનામાં એકાદ બે દહાડા બાકી છે. ત્યારે રમાએ કહ્યું, “મારા પતિ. હવે આવશે. તેથી મારી રાખેડી કરી ઝાડના પિલાણમાં પહેલાં. હતી તેમ મૂકી દે. ને તમે તમારે સ્થાને ચાલ્યા જાવ.”
ગેવાળે રમાના કહેવા પ્રમાણે કર્યું ને તેના ચરિત્ર પર વિચાર કરતો તે જંગલમાં થોડે દુર ગયે. ને બકરાં, ચરાવવા લાગે. તેવામાં છાહડ ત્યાં આવ્યા. રાખડીની પિટલી કાઢીને અમૃતથી જીવતી કરી. તે વખતે રમાને કપડાંમાંથી. બકરી વગેરેનાં શરીરમાંથી નીકળતી ગંધ જેવા ગંધ આવી રહી હતી. તેથી છાહડને વિચાર આવ્યું, “શું આને કઈ ગેવાળીયે મળી ગયે હશે?” વિચારતા છાહડે ચોતરફ જેવા માંડ્યું, ત્યાં તેની દૃષ્ટિએ શેવાળ પડે. તે તેની પાસે ગયે ને પૂછવા લાગ્યું, “તમે અહીં ક્યાંથી આવ્યા છે ?” જવાબમાં ગોવાળે કહ્યું, “જંગલમાં ભટક્ત ભટક્ત અહીં આવ્યો છું. એક સ્ત્રીને મેં અહીં જોઈ, તેણે તેના મનની વાત કહી ને મેં તે માની. કેટલાય દિવસ હું તેની સાથે રહ્યો પછી તેની રખેડી કરી વડના પિલાણમાં મૂકી દીધી.”
ગોવાળના શબ્દ છાહડે પિતાની સ્ત્રીનું ચરિત્ર જાણ્યું