Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
બુદ્ધિના સાગર અતિસાગરે સાચી વાત જાણવા શ્રીધર બ્રાહ્મણને પૂછ્યું, “હે શ્રીધર, આપતી વખતે તમે જે રત્ન દેખ્યું હતું તે કેટલું મોટું હતું?”
ભેળા શ્રીધરે મનમાં વિચાર કર્યો, “કોડ રૂપિયાના મૂલ્યનું એ રત્ન છે તે જરૂર ઘડા જેવડું મોટું હશે. આમ વિચારી તેણે કહ્યું, “તે રત્ન ઘડા જેવડું મેટું હતું. ત્યારે મંત્રીએ પૂછયું, તે કયાં બાંધવામાં આવે છે?” બ્રાહ્મણે વિચાર કરીને કહ્યું, “તે ગળામાં અને કાનમાં બાંધવામાં આવે છે.'
હે બ્રાહ્મણ, મંત્રીએ કહ્યું, “તમે સાચું ના કહ્યું, કારણ કે ઘડા જેવડું રત્ન ગળામાં કે કાનમાં બંધાતું નથી, આથી તમે જૂઠા છો.”
મહારાજે જૂઠ સાક્ષી જાણ કરીને તેને ચાબુથી મારવા કહ્યું. નેકરેએ રાજાની આજ્ઞાને અમલ કર્યો. જૂઠું બેલનાર તે બ્રાહ્મણ દુઃખી થયે. પછી રાજાએ હું બેલનાર ધન શેઠની મિલકત પડાવી લીધી, અને તેમાંથી કોડ રૂપિયાના મૂલ્યનું રત્ન સુંદરને આપી દીધું, તેથી ધન શેઠ જીવનના અંત સુધી દુઃખી અને દરિદ્ર રહ્યો ને આબરૂ બેઈ”
લક્ષમતિએ આ પ્રમાણે મહારાજાને વાત કરી છેવટે કહ્યું, “જે માણસ વગર સમજેવિચારે કામ કરે છે તે આખરે દુઃખી થાય છે, તેથી મહારાજ, તમે જરા શાંતિ રાખે. હું જરૂર તમારી આજ્ઞા પ્રમાણે કામ કરીશ.”
આ લક્ષમતિ પણ સહસ્ત્રમિતિ જેવો છે. એવું મહારાજાએ