Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૫૩
વિચારવા લાગે. “હું એકલે શું કરીશ?” તે વિચારના જવાબમાં જાણે બકરે કહેતે હોય તેમ કહેવા લાગે, ભમાત્ર! તમે અહીં કેમ આવ્યા છે? અહીં શક્તિ વગરનો માનવ આવી શકતું નથી.”
લાકડાના બકરાને બોલતો સાંભળી ભટ્ટમાત્ર તેને જેવા લાગ્યા. તે અક્ષરે બે નહીં. તેવામાં બકરાએ તેને લાત મારી તેથી તે ઉજજયિનીના દરવાજા આગળ જઈ પડે ને વિચારવા લાગ્યા. “અગ્નિશૈતાલને મેકલવામાં ભૂલ કરી હતી.” બેલતો તે સ્વસ્થ થવા યત્ન કરવા લાગ્યું. તે જ્યારે સ્વસ્થ થયે ને ચિતરફ જોવા લાગ્યા. જોતાં તેની દષ્ટિ દરવાજા પર સ્થિર થઈને બે. “આ તો ઉજજયિની જણાય છે.”
ઉજજયની જોતાં તે નવાઈ પામ્યું. તે મહારાજા પાસે ગયે ને બનેલી વાત કહી. તેવામાં અગ્નિશૈતાલ પણ આવી પહોંચ્યો. પછી એ ત્રણ જણાએ મંત્રણ કરી. ભમાત્રને નગરરક્ષાનું કામ સેંપી અગ્નિશૈતાલ સાથે મહારાજા શ્રીપુર નગર તરફ ચાલ્યા.
શ્રીપુર પહોંચી તે ચકેશ્વરી દેવીને સ્થાને ગયા. દેવીને નમસ્કાર કરી ત્યાં જ મુકામ કર્યો. તેવામાં આકાશમાં કાળી છાયા છવાયેલી જોઈ વિક્રમાદિત્ય બોલ્યા, “શું માસું આવી પહોંચ્યું ? આપણે આપણા સ્થાને જવું રહ્યું. ત્યારે અગ્નિશૈતાલે કહ્યું. “અરે ! આ તો રાજકુમારી આવી રહી છે. તે પશ્વિની છે, તેને દેહની સુગંધથી ભમરાઓ ભેગા થયા છે. અને