Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
જઈ પહોંચ્યા. ત્યાં સુંદર પદ્મણી-શંખિણી જાતની સ્ત્રીએ હતી. તે હાવભાવથી પુરુષોને આકર્ષતી હતી. મહારાજા વિક્રમને સૌંદર્ય સંપન્ન જોઈ તેમની પાસે આવી ભેગવિલાસ માટે પ્રાર્થના કરવા લાગી. ત્યારે મહારાજાએ કહ્યું, “હું કયારે પણ પરસ્ત્રીની ઈચ્છા કરતું નથી. કહ્યું છે, “સજજન પુરુષ અગ્ય કાર્ય કરવા માટે આળસુ હોય છે, પ્રાણુ વધ કરવા માટે પાંગળ હોય છે, નિંદા સાંભળવામાં બહેરે હોય છે, અને પરસ્સી જોવામાં જન્માંધ હોય છે. | વિક્રમાદિત્યને સદાચારી જાનું તેમણે ચૌદ રત્ન ભેટ ર્યા. એ રત્નના જુદા જુદા ગુણો હતા. પહેલા રત્નથી અગ્નિ ઉત્પન્ન થઈ થાંભલે થતું હતું. બીજાથી ધન મળતું હતું. ત્રીજાથી પાણી, ચેથાથી વાહન, પાંચમાંથી શરીર પર કેદપણુ શસ્ત્રાસ્ત્રને ઘા થતું ન હતું, છઠ્ઠાથી સ્ત્રી, મનુષ્ય, રાજા વંશ થતે હતો. સાતમાંથી સુંદર રસેઈમળતી હતી. આઠમાથી કુટુંબ અને ધનધાન્યની વૃદ્ધિ થતી હતી. નવમાથી સમુદ્ર પાર કરી શકાતે હતો. દસમાથી વિદ્યાની પ્રાપ્તિ થતી હતી. અગિયારમાથી ભૂત-પ્રેત ડરાવી-છેતરી શક્તા ન હતા. બારમાથી સાપ કરડી શક્તો ન હતો. તેરમા રત્નથી ડેરા-તંબૂ સૈન્ય બની જતું હતું અને ચૌદમાં રત્નથી આકાશગમન કરાતું. મહારાજા આ રત્નો લઈ પિતાના નગર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એ ચૌદે રત્નો યાચકને આપી દીધાં. | મહારાજા વિક્રમાદિત્ય પિતે જ મેળવેલા ધનને સાતે