Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૩૧
મારી હાજરીમાં જ મણિ ભીમશેઠને ધન શેઠે આપે છે. તને સેનામહોરો આપીશ અને આપણી દસ્તી કાયમ રહેશે.”
શ્રીધરે સાક્ષી પૂરવા કહ્યું ને ધન શેઠ રાજી રાજી થઈ ગયે.
શ્રીધરના ગયા પછી ધન શેઠના બાપે તેને કહ્યું, “દીકરા, આવું કરવું સારું નહિ. પારકું ધન લઈ લેતાં આ લેક તેમ જ પરલોકમાં દુઃખ થાય છે. અરે, રસ્તામાં પડેલું ધન, વાયલું, અનામત મૂકેલું ધન બુદ્ધિમાન પુરુષે ક્યારે પણ લેવું નહિ. અને જે કઈ તે લે તેને માટે આ લેક, પરલેક, ધર્મ, ધૈર્ય, ધૃતિ અને બુદ્ધિ નાશ પામે છે. અને તે બીજા ભવમાં પણ મળતાં નથી.”
બાપના શબ્દોની અવગણના કરી ધન શેઠ શ્રીધર બ્રાહ્મણને બેલાવી સુંદર સાથે રાજા પાસે ગયે. મહારાજા સામે ઊભા રહી સુંદરે કહ્યું, “આ શેઠને ફોડ રૂપિયાના મૂલ્યનું રત્ન મારા બાપુને આપવા મેં રમાપુરમાં આપ્યું હતું. પણ દુષ્ટબુદ્ધિને લઈ તે રતન મારા બાપુજીને તેણે આપ્યું નહિ.”
સુંદરની ફરિયાદ સાંભળી રાજાએ બુદ્ધિના સાગરસમાં મંત્રી મતિસાગરને બેલાવી કહ્યું, “આ લોકેનો ઝઘડો તમારી બુદ્ધિથી પતા. કહ્યું છે બુદ્ધિ વિના વ્યક્તિને પ્રતિષ્ઠા મળતી નથી. ગુદ્ધિહિન ત્રણ પંડિત સિંહને સારે કરતાં પોતે જ મરી ગયા તેમ મરી જાય છે. ચાર પંડિતની કથા
રમપુર નામના નગરથી ચાર પંડિતો વિદેશ જવા