Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૫૯
“ઉતર્યા તે પછી પોપટ વિકેમની રાજસભામાં ગયે ને વિનયથી પોતાની વાત કહેવા લાગે. વાત કહી બે “રાજકુમારીએ કહેલી સમસ્યા કે ઈ રાજપૂત્રથી પૂરી થઈ નથી તો આપ તે સમસ્યા પૂરી કરે. સમસ્યા પૂરી કરતાં આપની કીર્તિ ચારે બાજુ ફેલાશે. આપ જે તે સમસ્યાઓ પૂરી નહિં કરે તે આપ અપયશને ભાગી થશે.”
હે શકરાજ ! ” પોપટના શબ્દો સાંભળી મહારાજ બોલ્યા, “એ રાજકુમારીને અહીં લાવે, સમસ્યા કહે.”
મહારાજાના શબ્દ પોપટ બાગમાં ગયો, બધી વાત કહી એટલે બધાં રાજસભામાં જવા તૈયાર થયાં. રાજકુમારી પણ વરમાળા લઈ નીકળી. બધાં રાજસભામાં આવ્યાં. ત્ય છાણ વગેરે વસ્તુઓથી ભૂમિને પવિત્ર કરી ચાર ઢગલીઓ કરી અને દેવાંગના સરખી રૂપવાળી રાજકન્યા ત્યાં આવી. તે રાજકુમારીને જેવા નગરની અનેક સ્ત્રીઓ પોતપોતાનાં કામ છેડી સભામાં આવી.
થોડા જ સમયમાં મહારાજ સંબંધીઓ સાથે ત્યાં આવ્યા, એટલે કન્યાએ “એકથી બહુ?” કહ્યું.
સમસ્યાનું સુંદર ચોથું ચરણ સાંભળી મહારાજા ખુશ થયા ને બધાની સમક્ષ બોલ્યા, “બ્રાહ્મણે કમલ સમાન જઈ પહેરી ગાયત્રી મંત્ર ભણે છે. અને એ ગાયત્રી એકથી બહુ પાપોને નાશ કરે છે.” (તે જ પ્રમાણે શ્રાવક લેકે બધાંની સાથે પ્રતિકમણરૂપ એક ક્રિયા કરી અનેક પાપોને નાશ કરે છે.)