Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પહo
એક દિવસ તેણે ગુસ્સામાં રાજાને કહ્યું, “મારે તમારી સાથે રહેવું નથી. હું બીજા કેઈ રાજા સાથે લગ્ન કરવા માંગું છું.”
આ સાંભળી મુકુંદે કહ્યું, “આમ બોલવું તે ઠીક નથી. કામેચ્છાથી કેઈ સ્ત્રી બીજા રાજા પાસે જતી નથી. છતાં તું જશે તો તારે માટે સારું નહિ હશે, પાછળથી રડવું પડશે.”
તમે અપશુકનિયાળ શબ્દ ન કહે.” રમા બેલી, “હું તો જવાની, જવાની ને જવાની. તમે મને લગ્નવિચ્છેદ પત્ર લખી આપે. '
રમાના શબ્દ રાજાએ લગ્નબંધન મુક્તિને પત્ર લખી. આપે ને તેને જવા રજા આપી.
રજા મળતાં જ રમા ચંદ્રરાજાના નગરમાં આવી. તે જ દિવસે અકસ્માત્ ચંદ્ર રાજાનું મરણ થયું હતું. તેથી તે પાછી પિતાના પતિને ત્યાં આવી, ત્યારે મુકુંદે એક બુધ્ધિશાળી અને વિનયવાળી સ્ત્રી સાથે લગ્ન કરી લીધું હતું.
રમાએ રાજા પાસે આવી પિતાને સ્વીકાર કરવા પ્રાર્થના કરી, ત્યારે મુકુંદે કહ્યું, “તું જેને પરણવા ચાહતી હતી તેની પાછળ બળી કેમ ન મરી? હવે હું તને મારા ઘરમાં રાખવાને નથી.”
બંને બાજુથી ત્યજાયેલી રમા ઘણી દુઃખી થઈએમ. હે રાજન, તમે પણ દુઃખી થશે.”