Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ૭૩.
એક પળીથી વધારે ઘી આપતી નહિ કારણ કે આખા કુટુંબને આધાર એ ઘી હતું અને ખેતી હતી.
એક દિવસે લક્ષ્મી બહારગામ જઈ રહી હતી ત્યારે તેણે ધન્યની સ્ત્રીને કહ્યું, “રેજ આપણું ઘરમાં ઘી વપરાય છે, તેનાથી વધારે ઘી વાપરતી નહિ, એટલાથી જ ચલાવી લેજે.”
સાસુ આ કહી ગઈ તે પછી ધન્યની વહુએ છાનેથી વધારે ઘી વાપરી સુંદર રસેઈ બનાવી પોતાના ધણીને ખવડાવવા લાગી, જે તમે જુદા થવા તો હું આથીય. વધારે ઘીની રસોઈ બનાવી તમને જમાડું.” ત્યારે ધન્ય કહ્યું,
મેં આવું ખાવાનું અત્યારે પહેલાં કયારે પણ ખાધું નથી.' હે રાજન, મેં મારી બૈરીના શબ્દો માની લીધા. બૈરીના શબ્દો સાચા માની મારી માં આવતાં ફાવે તેમ બોલી ઝગડે કરી જુદે થયે, ત્યારે મારા બાપે એક ભેંસ, એક હળ અને પાંચસો રૂપિયા આપ્યા.
શરૂશરૂમાં તે મારી બૈરી મને સારી રીતે રાખવા લાગી. પછી ઓછા ઘીની રસેઈ જમાડવા લાગી. પછી તે ઘરને ખર્ચ કેમ ચલાવ તેની ચિંતાથી હું સુકાવા લાગે, અશક્તિને લીધે જ હું કાદવમાંથી બહાર નીકળી શક્ય નહિ. મારી આ દુર્દશા થઈ.
રાજાને એ ખેડૂતની વાત સાંભળી દયા આવી અને પોતાના ભંડારમાંથી એક કરેડ સેના મહેરે તેવા ગુજરાન અટે આપી.
અહમ્મત અચ્છી કીજિયે, ખાઈએ માગ૨પાન, બુરી બલબૂત કરકે, કોઈએ નાક ઔર કાર. -