Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૮૬
-:: viધ
_ કરી
ચોર રત્નમંજરીની વાત માનવા આનાકાની કરે છે. છે તે સાચું જ છે. જેની સામે કઈ જોઈ શકતું ન હોય તેવા પરાક્રમી પણ સ્ત્રીના ચરણોમાં પડી તેના દાસ થાય છે.
વિષયભોગ દુઃખ દેનાર છે, તે ઝેર છે, તે માયામય છે. વિષયની ઈચ્છાવાળા મનને કાબૂમાં લાવવા છતાં તે વિષય તરફ દેડે છે, તેથી તેવા મનને અનેક ધિકાર છે.”
મહારાજા આમ વિચારતા હતા, ત્યાં તે ચેરના શબ્દો તેમને કાને પડ્યા, “હે સ્ત્રી, તું ઘરડા પતિને છોડી મને ચાહે તે સારું તે નથી. પરસ્ત્રીગમનના પાપથી હું નરકને અધિકારી થાઉં તેમ છતાં તારો પતિ જીવતા હોવાથી તારી સાથે ભેગ ભેગવી શક્તા નથીઘરડા સિંહની મૃગ કયારે પણ અવગણના કરી શકતું નથી.”
અરે, પણ મારો પતિ તે મરી ગયો છે.” રત્નમંજરી