Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
રાક્ષસથી દેરવાઈ તેણે ચારથીભગ ભેગવવા ઈચ્છા કરી. તેણે. પિતાના પતિને મારી નાંખ્યું, પછી ચેર અને પિતાના પતિના મરણથી ઘણે જ પશ્ચાત્તાપ તેણે કર્યો. પિતાનાં કરેલાં કામની નિંદા કરતી તે અગ્નિમાં પ્રવેશી.
પળમાં આસક્તિ, પળમાં વૈરાગ્ય, પળમાં કેધ, પળમાં જ્ઞમાં આ બધા મનના ધર્મ છે, તે મને વાંદરાની જેમ મોહને વશ થઈ ચંચળ બને છે. મન માંકડા જેવું ચપળ છે. તે પ્રત્યેક પળે જુદા જુદા ભાવાળું બને છે.
નદીને કિનારે રત્નમંજરીએ ચિતામાં પ્રવેશ કરતાં તમને સાચું જ કહ્યું છે, “તમે પર્વત પર દૂર બળતા. અગ્નિને જોઈ શકે છે પણ પગ આગળ બળતાને જોઈ શક્તા નથી.” રાજન, હંમેશાં દબુદ્ધિ કરી શાસ્ત્રનું ચિંતન કરવું જોઈએ. રાજાથી સદાય ડરતા રહેવું જોઈએ. પિતાના ખેળામાં રહેલી સ્ત્રીની સાવધાનતાપૂર્વક સંભાળ રાખવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે. રાજા અને સ્ત્રી કયારે પણ વશમાં રહેતા નથી.” કઈ તરવૈયે સમુદ્ર તરી જાય પણ કઈ સ્ત્રીને પાર પામી શકતું નથી. તમારે સ્ત્રીચરિત્ર જેવું જ છે ને? તે ડીવાર આ પેટીમાં છુપાઈ જાવ. પેટીમાં જોરથી ખાંસી ખાશો નહિ, જોરથી શ્વાસ લેશે નહિ. આ પેટી જ્યાં જાય ત્યાં જજે. હું પેટીમાંથી જ્યારે તમને બહાર કાઢે ત્યારે જ બહાર આવજે. બરાબર સાવધાન રહેજે. તેમાં જ તમારું કલ્યાણ છે.”