Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
વિક્રમરાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે નવાઈ પામ્યા અને પિતાની બધી રાણીઓને સરખી ગણવા લાગ્યા. લુપતા દુઃખનું મૂળ છે
ઉજજૈન નગરીમાં ધન્ય નામને એક ખેડૂત રહેતો હતો. એક વખત ચોમાસાના દિવસોમાં તેના ઘરની પાસે કાદવ કિચડ થયે હતો. તેથી લપસી જવાથી કેડ સુધી કાદવમાં ખૂંપી ગયે. તેને બહાર નીકળવા ઘણા પ્રયત્ન ર્યા પરંતુ તે કાદવમાંથી બહાર નીકળી શકે નહિ, ત્યારે મદદ માટે મેટેથી બૂમ પાડવા લાગ્યું. તે વખતે એકાએક મહારાજા વિકમ ત્યાંથી નીકળ્યા. તેમણે ખેડૂતને ખેંચી બહાર કાઢ્યો અને પૂછયું, “તું આમ શી રીતે ફસાઈ ગયે ?” ત્યારે ધન્ય કહ્યું, “હે રાજન, કાદવમાં ફસાઈ જવાનું કારણ સાંભળે. આ નગરમાં એક ખેડૂત કુટુંબ રહે છે. તેમાં પુરુષનું નામ ભીમ છે અને સ્ત્રીનું નામ લક્ષ્મી છે. તેમને ત્યાં ધન્ય તેમજ સેમ નામના બે પુત્ર જનમ્યા. તેમને ત્યાં પાંચ ભેંસ હતી. એ ભેંસના દૂધનું દશ શેર ઘી થતું હતું. તેમાંથી લક્ષ્મી આઠ શેર ઘી બચાવતી અને બશેર ઘી ઘરમાં વાપરતી.
ધન્ય જ્યારે મોટો થયે ત્યારે ધામધૂમથી તેનાં લગ્ન ક્ય. ધન્ય પણ હોંશિયાર ખેડૂતની જેમ ખેતી કરતે.
ચોમાસામાં ધન્ય જ્યારે ખેતરમાં કામ કરતે ત્યારે લક્ષ્મી ધન્યની સ્ત્રી સાથે “ભાત'મેકલતી. મા પોતાનાદી કરા માટે પળી ઘી પણ એકલતી. તે કુટુંબની દરેક વ્યક્તિને