Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પટ કહેતો ચંદ્ર તેમજ તેના મિત્રો ઊઠયા. આદરભાવથી મુનિઓને નમસ્કાર કર્યા પછી ચંદ્ર પિતાના ખાવામાંથી શુદ્ધ અન્ન ભક્તિભાવથી મુનિરાજને દાન કર્યું.
આ ચંદ્રને ક્યારેક વીર નામના કેઈ વ્યાપારી સાથે ઝઘડે થે, ત્યારે વારે તેને એવી મુક્કી મારી જેનાથી તેનું મૃત્યુ થયું. તે ચંદ્રને જીવ મરીને રાજા થયે. તે તું, રામ અને ભીમ સમય જતાં મૃત્યુ પામ્યા ને તે માત્ર અને અગ્નિશૈતાલ થયા. ગત જન્મના સંબંધને લઈ તેઓ તારા પ્રેમપત્ર-મિત્ર થયા અને તેને મારનારે વીર વેપારી મરી અજ્ઞાનમય તપના પ્રભાવે દેથી પણ દબાઈ ન શકે તે ખર્પર એર થયે, જેને તે માર્યો. તે મરીને બીજા નરકમાં ગયે; જે કર્મ આ લેકમાં કરવામાં આવે છે, તેનું ફળ પરલેકમાં મળે છે. વૃક્ષને પાણી પાવામાં આવે છે, તેથી જ ડાળીઓમાં ફળ થાય છે. કરેલાં કર્મનાં ફળ ભેગવવાં જ પડે છે. કર્મ કઈને છેડતું નથી. કમના કારણે બહ્માજીને બ્રહ્માંડરૂપ વાસણ બનાવવાં પડે છે. શિવજીને ભિક્ષાપાત્ર લઈ ભટકવું પડે છે. વિષ્ણુને દસ અવતાર વારે વારે લેવા પડે છે. સૂર્યને આકાશમાં ભમવું પડે છે. એ કર્મને તો નમસ્કાર કરવા રહ્યા. કર્મ આગળ શુભ ગ્રહોનું પણ કાંઈ ચાલતું નથી. નહિ તો વશિષ્ટ રાજગાદીએ બેસવા માટે કાઢેલા મુહુર્તે રામચંદ્રને વનમાં શાને જવું પડત?
હે રાજન, તેં ગયા ભવમાં દયાભાવથી એક બકરાને બકરીઓથી મરતો બચાવ્યા હતા તેથી તું સે વર્ષના આયુષ્યવાળે થયે.”