Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૯૨
ન્યા છે, તે ભાગ્યયોગે આંધળી થઈ ગઈ છે, તેથી તે કન્યા કંટાળી પેાતાના પિતાને ચિતા પર ચઢી મરવા કહી રહી છે પરંતુ રાજાએ તેને આઠ દિવસ રાહ જોવાનું કહ્યું છે, રાજાએ નિષ્ણાત કેટલાય વૈદ્યોને ખેલાવ્યા પરંતુ હજી સુધી કાંઈ ફાયદો થયા નથી તેથી રાજા રાજ ઢઢરા પીટાવે છે ને કહેવડાવે છે, જે કાઈ કન્યાની આંખા સારી કરશે તેને રાજા માં માગ્યું ઈનામ આપશે,.”
'
પુત્રની વાત સાંભળી વૃધ્ધ ભાર'ડ લ્યે, “ એ રાજકન્યા આપણી હગારને ગજેન્દ્રકુડના પાણીથી અમાવાસ્યાને દહાડે ઘસી આંખામાં આજે તે તે દેખતી થઇ શકે. વળી આપણી હુગારના ચૂર્ણ ને અમૃતવલ્લીના (ગડુચીના) રસમાં મેળવી આખામાં આંજે તે રૂપમાં ફેરફાર થઈ જાય અને એ હગારના ચૂર્ણને ચંદ્રવલ્લી-માધવી લતાના રસમાં મેળવી આખામાં આજે તે તેનું રૂપ પહેલાં જેવું હતુ તેવું પાછુ થઈ જાય.
મંત્ર વિનાના કોઈ અક્ષર નથી, કઈ વનસ્પતિ એવી નથી જેનું મૂળ ઔષધ-દવા ન હોય, પૃથ્વી અનાથ નથી પણ તેની વિધિ બતાવનાર જ દુર્લભ છે.”
،،
ત્રીએ પુત્ર વૃધ્ધ ભારડને કહેવા લાગ્યા, “ વિદ્યાપુર નામના ગામમાં સિંહ નામના ખેડૂત પેાતાના ખેતરમાં એક કન્યાને મૂકી લગ્નને સામાન લેવાને ઘેર ગયો. ઘેર જઈ ને પોતાની ને ઘણાં કઠોર વચના કહી તિરસ્કાર કરી ઘરમાંર્થી