Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨પ૦
વૈદ્યરાજ જ મારા સ્વામી હશે અથવા અગ્નિનું શરણ હશે. જે તમે બળાત્કાર કરવા વિચારશે તે તમારું અમંગળ થશે. જે આડાઅવળા વિચારે જતા કરશે તે આ વહાણોમાં જે કાંઈ ધન છે તે તમારું થશે ”
દૃષ્ટબુદ્ધિ ભીમ કનકશ્રીના શબ્દો સાંભળી મનમાં વિચારવા લાગે, “નગરમાં મારા મેટામોટા ઘર જશે એટલે મારું કહેવું માનવા તૈયાર થશે.” આ પ્રમાણે વિચારીને છે. તમે જેમ કહેશે, તેમ કરવામાં આવશે.”
ભીમે તે પછી કનકશ્રી આગળ એક અક્ષર પણ કહ્યો નહિ ને વહાણે અવંતી તરફ જલદીથી લઈ જવા કહેવા લાગે, વહાણને ઉતાવળે હંકારવામાં આવ્યાં ને તેઓ અવંતી આવી પહોંચ્યાં ને વહાણમાંની વસ્તુઓ કાઢવા માંડી.
વહાણમાંથી બહાર કાઢેલી વસ્તુઓ ગાડા ભરી ભરીને તેણે પિતાને ઘેર પહોંચાડી ને પિતાને ત્યાં આવ્યા.
તેણે કનકશ્રીને પિતાની પત્ની બનાવવાને ઈરાદે હર્ષપૂર્વક બીજા મકાનમાં રાખી.
વીર શેઠ પિતાના પુત્ર ભીમને અઢળક દ્રવ્ય તેમજ કન્યા સાથે આવેલ જોઈ જેમ સૂર્યને જોઈ કમળ વિકસે છે, પ્રસન્ન થાય છે તેમ પ્રસન્ન થયે. ત્યારે ભીમ સારાસારને વિચાર કર્યા સિવાય તે ધનથી ભાન ભૂલી કનકશ્રી સાથે લગ્ન કરવા વિચારવા લાગ્યું, કહ્યું છે, જન્માંધ જેમ દેખતે નથી તેમ કામાંધ પણ દેખતે નથી. મન્મત્ત પણ દેખતે નથી,