Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૭
એ પડદા ચીરીને રહસ્ય જાણીએ એમ સહુને થયું પણ રાજાના આદેશ હતા, ને પ્રધાનકુંવરીની કડક શરત હતી કે તે પડદાની પાછળ રહીને જ રાગેાપચાર કરશે.
રાજાને લાગ્યું પ્રધાનપુત્રીને જરૂર કોઈ દેવી સહાય હશે, નહિ તો તે માત્ર ત્રણ ચાર સામાન્ય શ્લોકા જ મેલીને કયાંથી રાજકુમારને રોગમુક્ત કરે, રાજકુમારને પણ હવે પેાતાના ભૂતકાળ યાદ આવ્યા. તેના મનમાં વિચાર આવ્યા. • જંગલમાં મેં વિશ્વાસઘાત કરીને વાનરને વાઘના મોંમાં હડસેલી દીધા, એ વાતની પ્રધાનકન્યાને કયાંથી ખબર પડી હશે ?' પણ શરમને માર્યાં રાજકુમાર એલી શકતે નહિં.
ત્યાં તે રાજાએ વિન ંતિ કરી, દ્રુ હૈ પ્રધાનપુત્રી, તમે અમારા પર ઉપકાર કર્યો. તમને જરૂર કાઇ દેવીની સહાય છે. રાજકુમારને જે વિ-સે-મિ–રા' શબ્દરાક્ષસ વળગ્યે હતા તે કેણ હતા ? અને તેને વળગવાનુ કારણ શું હતું? તે કૃપા કરી તમે સમજાવશે.’ પડદામાંથી અવાજ આવ્યે : ‘ રાજન્, સાંભળે, વિ–સે—મિ–રા ' વ્યાધિના જનક આપ પોતે જ છે.
"
"
આ
આપણા રાજ્યમાં વર્ષાં પૂર્વે એક ખૂબ જ વિચક્ષણ રાજપુરુષ હતા, એ ખૂબ જ જ્ઞાની હતા. જેમ સહદેવને અતિજ્ઞાન હતુ, તેમ આ વિચક્ષણ પંડિતને પણ અતિજ્ઞાન હતું.
એક વખત એવુ બન્યુ, આપે આપની સાથે જ બિરાજતી એવી આપની પ્રાણથી પણ અધિક પ્રિય અને