Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
સગ દસમો
પ્રકરણ એકતાલીસમું .. . . મહાકવિ કાલીદાસ.
મહારાજા વિક્રમાદિત્યને સૌંદર્ય સંપન્ન પ્રિયગુમંજરી નામની ગ્ય પિતાની યોગ્ય પુત્રી હતી, તે બાવસ્થાથી ચતુર, મધુરભાષી અને તીવ્ર યાદશક્તિવાળી હતી. સર્વને પ્રિય થઈ પડે તેવી હતી.
તે આઠ વર્ષની થઈ ત્યાં તે મહારાજાએ શાસ્ત્રના જાણકાર પ્રખર પંડિત શ્રી વેદગર્ભ પાસે તેને ભણાવવાનું શરૂ કર્યું. તે પિતાની તીવ્ર બુદ્ધિથી વિદ્યાને ઝડપે ગ્રહણ કરતી. શિષ્યાની સમરણશક્તિથી પંડિત મહારાજ પણ વિચારમાં પડી જતા.
રાજકુમારીએ ગુરુ પાસેથી શાસ્ત્રો, ન્યાય, વ્યાકરણ. અને સ્ત્રીવર્ગની ચોસઠ કલાઓને અભ્યાસ કર્યો, તેમાં તે પારંગત થઈ.
આ વિદ્યાસંપન રાજકુમારીએ દિવસે જતાં યુવાવસ્થામાં