Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
re
મણિઆથી ચમકતાં ઘરા જોઈ તે સ તાષ પામ્યા. અને પોતાની સામાન્ય પ્રજા પણ આટલી સમૃદ્ધિસપન્ન છે, તે જોઈ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
6
પદ્માના પિતા પેાતાને ત્યાં આવેલા મહારાજા રામચંદ્રજીના સત્કાર કર્યો પછી પૂછવા લાગ્યા, આપે આપના પ્રિય ભાઈ અને મહારાણી સાથે અહીં પધારવા શા માટે તકલીફ્ લીધી? મારે લાયક કામ સેવા હાય તા ફરમાવે.’
હું ભાઈ ! ' ઘણા જ પ્રેમથી રામચંદ્રજી ખેલ્યા, તારી પુત્રી—આ નગરના ભીમની સ્રીને તેડવા હું આવ્યો છું. લક્ષ્મણ અને સીતાજી સાથે રામચંદ્રજી તેડવા આવશે ત્યારે હું મારું સાસરે જઇશ' તે તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા હું આવ્યો છું.
રામચંદ્રજીના શબ્દો સાંભળતાં પદ્માના ખાપ તે આનંદથી ગાંડા થઈ ગયા. તે દોડતા જયાં પદ્મા હતી ત્યાં ગયા અને કહેવા લાગ્યા, બેટા, તારી ટેક પૂરી કરવા તને તારે સાસરે પહેાંચાડવા માટે શ્રી રામચંદ્રજી, લક્ષ્મણ અને સીતાજી આપણે ત્યાં આવ્યાં છે.'
"
હું! આ તમે શું કહેા છે ?” નવાઇ પામતી પદ્મા એલી, સાચે જ શું મને લેવા રામચંદ્રજી આવ્યા છે?' ખેલતી તે દોડતી બારણે આવી ત્યાં કેટલાય માણસે વચ્ચે રત્નજડિત સિહાસન પર બિરાજમાન થયેલા રામચંદ્ર વગેરેને