Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ધનદ શેઠને બેભાન થયેલા જોતા જ મહારાજા દેડતા તેની પાપે આવ્યા અને સેવકે દ્વારા શીતે પસાર કરાવી ધનદ શેઠને શુદ્ધિમાં આયા. ધનદ શેઠ શુધ્ધિમાં આવતાં જ રડારોળ કરવા લાગ્યા. કયા માબાપને પુત્રનાં મરણથી દુઃખ ન થાય ?
મહારાજા વિક્રમ ધનદ શેઠને આશ્વાસન આપવા લાગ્યા. કેટલીવારે ધનદ શેઠ કાંઈક શાંત થયા ત્યારે મહારાજાએ કહ્યું, “મને આ થવાનું છે તેની પહેલેથી જ ખબર હતી. અને તેથી જ આ લગ્નપ્રસંગે હાજર રહેવા મેં સ્વીકાર્યું હતું. ઘણીય સંભાળ રાખવા છતાંય વિધાતાના લેખ પર મેખ ન મારી શક્ય. લાચાર.”
ધનદ શેઠને મહારાજા સમજાવી રહ્યા હતા. પણ પુત્રના મૃત્યુને ઘા એમ રુઝાય તેમ ન હતું. તેઓ દુઃખી થતા પુત્રની પાછળ મરવા વિચારતા હતા.
મહારાજા ધનદ શેઠની આ દશા જોતા દુઃખી થવા લાગ્યા ને મ્યાનમાંથી તલવાર બહાર કાઢી દેવી-વિધાતાને ઉદેશી બલ્યા,
હે દૈવ-કર્મ અધિષ્ઠાત્રી દેવી, જે આ ધનદ શેઠને પત્ર જીવતે નહિ થાય તે હું મારું બલિદાન આપીશ.”
મહારાજાના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા તે સાથે જ કર્મઅધિકાષ્ઠાત્રી દેવી વિધાતા પ્રગટ થઈ અને બેલી,
હે રાજન, આ શેઠના પુત્રને હું કઈ રીતે જીવાડું ? આ શેઠના આ પુત્રે તેને ગયા જન્મમાં કેસરી સિંહને માર્યો