Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૧૪
પિતાના લેભે લેભાયેલી તે ડેસી સુરૂપ પાસે વારંવાર આવતી. મૂળદેવની વાત કરતી, આ વાતથી કંટાળતી સર્પાએ મૂળદેવને તેનાં કર્મનાં ફળ આપવા વિચારી કહ્યું, “ડેસીમા! ચાર દિવસ પછી તે સુંદર યુવાનને અહીં લાવજે.”
આ સાંભળી રાજી થતી ડેસી પિતાને ઘેર ગઈ ને મૂળદેવને આ સમાચાર આવ્યા. સુરૂપ મૂળદેવને શિક્ષા કરવા તેણે મકાનમાં એક ઊંડે ખાડે છેદાવી તેના પર સડેલી દેરીને ખાટલે મૂળે, તેના ઉપર રેશમી ચાદર પાથરી તેથી તેના પર બેસનાર ખાડામાં પડે.
આ પ્રમાણે કરી સુરૂપ તેની રાહ જોવા લાગી, ડેસી પાન લઈ આવી એટલે સુરૂપાએ કહ્યું. “કાલે એ યુવાનને લાવજો. હું તેને સારે આદરસત્કાર કરીશ.”
બીજે દિવસે મૂળદેવ સાથે ડેસી આવી. મૂળદેવને જોતાં જ સુરૂપાએ મીઠા શબ્દોથી સત્કાર કર્યો. ડોસી ત્યાંથી ચાલી ગઈ, તેનું કામ મૂળદેવને સુરૂપ સાથે મેળવવા જેટલું જ હતું.
સુકૃપાએ મૂળદેવને હસતા હસતા જમાડે પછી પેલા ખાડા પર રાખેલા ખાટલા પર બેસાડે. જેવો મૂળદેવ ખાટલા પર બેઠે, તે સાથે જ સડેલી દોરીએ તૂટી ગઈ–મૂળદેવ ઊંડા ખાડામાં જઈ પડયે, તેણે બહાર આવવા ઘણય ફાંફ માર્યા, પણ તે બહાર આવી શકો નહિ.