Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ અડતાલીસમું ... ... ... નસીબનાં નખરા
ભાગ્યવાન નૃપક મિલે, સેવક સ્વામિભક્ત રૂપચંદ્ર પર ઈસી લિયે, વિક્રમ હુએ અનુરકત,
પિતાના પુણ્યપ્રભાવથી મહારાજા વિકમ સારી રીતે પ્રજાનું પાલન કરતા હતા. એ મહારાજની સેવામાં અઘટકુમાર નામને પ્રતાપી સેવક હતે એ અઘટકુમારે પોતાની શક્તિથી અગ્નિશૈતાલ નામના અસુરને વશ કર્યો હતો તેથી તેની પ્રશંસા ચાર-ચૌટે અને ઘરેઘર થતી.
અઘટકુમારનું નામ તે હતું રૂપચંદ્ર. તેના પિતા વીરપુર નગરના ન્યાયપ્રિય રાજા હતા, તેમનું નામ ભીમ. તેમની પટરાણીનું નામ હતું પા. આ રૂપચંદ્ર નાનપણથી જ રૂપવાન, ગુણવાન અને શૂરવીર હતે.
એ વીરપુર નગરમાં રાજાને એક માનીતે કેટવાળ હતો. તેનું નામ હતું ચંદ્રસેન. તે રાજભકત હતા. એ નગરમાં રાજપુરોહિતનું નામ હતું ગંગાદાસ. આ ગંગાદાસની પત્નીનું નામ હતું મૃગાવતી.