Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૪
તેણે દ્વારપાલને એક તમાચ મારી ભોંય ભેગેા કરી દીધા. ને તે અંદર ચાલ્યા. ઘણા જ વિવેકથી નિર્ભયતાથી સભાની વચમાં જઈ મહારાજા પાસે ગયા.
મહારાજાએ તેના સામું જોયુ તે સાથે જ તેણે ફળફળાદ્ધિ તેમનાં ચરણમાં મૂકયાં નૈ વિનયી નમસ્કાર કરી પેાતાને ચેાગ્ય સ્થાને ઊભા રહ્યો. મહારાજાએ તેના પ્રભાવશાળી ચહેરા અને મનહર રૂપ દેખ્યુ, ને તેના તરફ આકર્ષાયા. રૂપચંદ્ન વિવેકી મહારાજા સાથે વાત કરી, મહારાજા તેના શબ્દ, ચાતુરી, વિનય, વાત કરવાની રીતભાત જોઈ પ્રસન્ન થયા ને તેને દસહજાર સાનામહારા આપી ભટ્ટમાત્રને કહ્યું, તમે આ આવેલ ભાઇને રહેવા વગેરેની વ્યવસ્થા કરી આપજો. ’
રાજસભા જ્યારે વિસર્જન થઈ ત્યારે ભટ્ટમાત્રે દ્વારપાળને 66 આ અતિથિ માટે સુ ંદર ઘર વગેરેની વ્યવસ્થા કરે.” એ દ્વારપાળે તેના હાથની તમાચ ખાધેલી હાવાથી તેના પર પહેલેથી જ ચિડાયેલા હતો; છતાં રાજાના હુકમ માન્યા વગર ચાલે તેમ ન હતું, તેથી દ્રારપાલ મનમાં ખેલ્યે, “ એને ફ્સાવવાની સારી તક મળી છે. મને તમાચ મારી હતી તેને બદલે હવે લેવા દે.” મનમાં આમ ખેલતા દ્વારપાળ તેને લઇ નગરમાં ચાલ્યું. ચાલતા ચાલતા જ્યાં અગ્નિવતાલ રહેતા હતા ત્યાં આવી અટકયા. ને ઘર બતાવી રૂપચંદ્રને દ્વારપાળે કહ્યું, “ આ ઘરમાં તમે રહેજો.” કહી તે તો ચાલ્યા ગયે.
i
કહ્યું,