Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૧૮
ગગનધૂલીએ સુરૂપાને સમાચાર આપ્યા. સુરૂપ તે સાંભળી જ્યાં ખાડામાં પેલા ત્રણ જણ હતા. ત્યાં આવી કહ્યું. “જે મારું કહ્યું નહિ માને તેનાં મસ્તક છેદાઈ જશે તેવું મને દેવીએ વરદાન આપ્યું છે. જો તમે મારા કહ્યા પ્રમાણે ચાલવા તૈયાર છે તે હું તમને આ ખાડામાંથી બહાર લાવું.”
“હે સતી ! તમે કહેશે તેમ અમે કરીશું.”
“સારું” કહી તેમને બહાર કાઢયા, નવડાવ્યા તે ભેંયરામાં લઈ ગઈ પછી નીચેના ઓરડામાં રસોઈ કરવા લાગી.
ભેજન સમય થતાં મહારાજા સવ પરિવાર સાથે જમવા આવ્યા પણ ત્યાં રસોઈ થતી જોઈ નહિ. ગગનધૂલીને મહારાજાએ કહ્યું, “ભેજનો સમય તે થઈ ગયો છે, પણ રસેઈનું ઠેકાણું લાગતું નથી અને તે ખૂબ ભૂખ લાગી છે. જે તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરવામાં નહિ આવે તે અમે ચાલ્યા જઈશું.”
મહારાજાના શબ્દો સાંભળી ગગનલીએ હસીને બધાને આસન પર બેસાડ્યા ને નીચેથી સામગ્રી મંગાવી, સુરુચિપૂર્ણ જમણ જમી મહારાજા અને તેમને પરિવાર આનંદ પા .
ગગનવૃલી!” મહારાજા બોલ્યા “આટલા થડા સમયમાં આ બધી વ્યવસ્થા કેવી રીતે કરી?”
મહારાજા !” ગગનવૃલી બે, “મારી પત્ની પાસે